બોરિસ જૉનસન ભારે બહુમતિ મેળવી બની શકે છે બ્રિટેનના PM

07 July, 2019 01:23 PM IST  |  બ્રિટેન

બોરિસ જૉનસન ભારે બહુમતિ મેળવી બની શકે છે બ્રિટેનના PM

બોરિસ જૉનસન ભારે બહુમતિ મેળવી બની શકે છે બ્રિટેનના PM

પૂર્વ બ્રિટિશ વિદેશ મંત્રી બેરિસ જૉનસની બ્રિટેનનું વડાપ્રધાન બનાવાનું લગભગ નક્કી જ છે. સમાચાર પત્ર ધ ટાઈમ્સના ઓપિનિયન પોલ અનુસાર તેઓ એક બેલેટમાં ત્રણ ચતુર્થાંશ મતો જીતી શકે છે. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર, સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 1, 60, 000 સભ્યોના ઘરે મતપત્ર પહોંચાડવાનું શરૂ થઈ ગયું છે. આ જ વચ્ચે શનિવારે ઓપિનિયન પોલનું પરિણામ આવ્યું.

જૉનસન કંઝર્વેટિવ પાર્ટીના નેતાના રૂપમાં જઈ રહેલા વડાપ્રધાન થેરેસા મેની જગ્યા લેવા માટે વિદેશ મંત્રી જેરેમી હંટની સાથે મુકાબલામાં છે. યૂજીઓવી/ટાઈમ્સના પોલ અનુસાર, જૉનસનના 74 ટકા જ્યારે હંટને 26 ટકા પાર્ટીના સભ્યોનું સમર્થન છે.

ધ ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં હંટે સભ્યોને પોતાના મતદાન પત્રો ત્યાં સુધી નહીં ભરવાનો આગ્રહ કર્યો છે જ્યાં સુધી તેઓ આગામી અઠવાડિયે બંને ઉમેરવારો વચ્ચે ટીવી પર થનારી ચર્ચા ન જોઈ લે.

તેમણે કહ્યું કે, કંઝર્વટિવ પાર્ટીના સભ્યોને હું જે સંદેશ આપવા માંગુ છું, એ એ છે કે મને અને બોરિસની ટીવી બહેસમાં જોવા માટે રાહ જુએ. પહેલા પરખો. પછી નિર્ણય લો. પોલમાં દર્શાવવામાં આવ્યું છે કે 90 ટકા લોકોનું માનવું છે કે જૉનસન કોઈ સમજૂતી વિના બ્રેક્ઝિટ કરાવવામાં સફળ રહેશે જ્યારે 27 ટકા લોકોનું કહેવું છે કે હંટ એવું કરવામાં સફળ રહેશે.

આ પણ વાંચોઃ બ્રિટનના થેરેસા મે આપશે રાજીનામુ, આ દિવસે છોડશે પદ


એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પ્રેમિકા સાથેના ઝઘડાને લઈને મોટા પાયા પર થયેલી મીડિયા કવરેજ બાદ જૉનસનને નુકસાન થઈ શકે છે પરંતુ નવા સર્વેમાં ખુલાસો થયો છે 77 ટકા લોકોનું માનવું છે કે જૉનસન સારા વડાપ્રધાન હશે કે નહીં તેનું તેમની અંગત જિંગદી સાથે કોઈ લેણાદેણી નથી. કંઝર્વેટિવ પાર્ટીના સભ્યો સાથે પોતાના મતપત્ર પોસ્ટ કરવા માટે 22 જુલાઈ સુધીનો સમય છે. 23 જુલાઈએ પરિણામ આવશે.

theresa may great britain