પાકિસ્તાનઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આંતકી હાફિઝ સઈદના ઘર પાસે બ્લાસ્ટ, 3ના મોત

23 June, 2021 04:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનમાં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આંતકી હાફિઝ સઈદના ઘર પાસે બ્લાસ્ટ થયો છે. જેમાં 3 લોકોના મોત થયા છે.

હાફિઝ સઈદ (ફાઈલ ફોટો)

પાકિસ્તાનના લાહોરના જૌહાર તાલુકામાં એક ઘરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના ઘરની પાસે થયો છે.

પાકિસ્તાન પંજાબના પોલીસ અધિકારીએ જણાવ્યું કે જો તે ઘરની બહાર  પોલીસ ચોકી ન હોત તો આ ઘટનામાં  ભારે જાનહાની અને નુકસાન ભોગવવું પડ્યું હતો.  તેમણે જણાવ્યું કે આ કાર બોમ્બ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે આશરે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સાથે તેમણે આ ઘટનાને  આતંકવાદી હુમલો ગણાવ્યો છે.  

કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી) એ બ્લાસ્ટ સ્થળ અને તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોને જિન્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં છ લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ઇજાગ્રસ્તોમાં પોલીસકર્મીઓ પણ શામેલ છે. હોસ્પિટલમાં દાખલ 17 લોકોમાંથી 6 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે. 


બ્લાસ્ટથી આસપાસનાં મકાનોને પણ નુકસાન થયું છે. આ બ્લાસ્ટને આંખે જોનારે જણાવ્યું હતું કે તેમનું ઘર 6 વર્ષ પહેલાં જ બન્યું હતું, જે બ્લાસ્ટમાં ખરાબ રીતે ડેમેજ થયું છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. તમામ હોસ્પિટલને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

international news pakistan hafiz saeed