કોરોના સામે લડવાની તૈયારીઓ માટે બિલ ગેટ્સે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

23 April, 2020 10:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોના સામે લડવાની તૈયારીઓ માટે બિલ ગેટ્સે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

ફાઈલ તસવીર

મહામારી કોરોના વાયરસ (COVID-19) સામે લડવા માટે પ્રત્યેક દેશોએ પોતાની રીતે જુદી-જુદી રણનીતિ બનાવી છે અને તેઓ લડી પણ રહ્યાં છે. ભારતમાં મહામારીના ફેલાવાને રોકવા માટે 24 એપ્રિલથી દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાનના આ નિર્ણયની અને મહામારી સામે લડવા માટે તેમણે કરેલી તૈયારીઓની આખું વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે. ત્યારે માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સે પણ વડાપ્રધાનની પ્રશંસા કરી છે. મહામારી સામે લડવા માટે વડાપ્રધાને જે પ્રકારે તૈયારીઓ કરી છે તેની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો.

મહામારી સામે લડવા માટે સરકારે લીધેલા પગલાને યોગ્ય ગણાવતા બિલ ગેટ્સે પત્રમાં લખ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમારા નેતૃત્વની સાથે-સાથે તમારી અને તમારી સરકાર દ્વારા લેવાયેલા સક્રિય પગલાઓની પ્રશંસા કરું છું. ભારતમાં હોટસ્પોટને શોધીને કોરોના દર્દીના સંપર્કમાં આવનાર લાખો લોકોને પ્રશાસનની મદદથી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા તે માટે જે રીત અપનાવવામાં આવી છે તે પણ પ્રશંસનીય છે. તે સિવાય મહામારી સામે લડવા માટે જરૂરી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કાર્ય કરવામાં આવે છે, જે ખુબ મહત્વનું છે. રીસર્ચ અને ડૅવલપમેન્ટની સાથે સાથે ડિજીટલ ઈનોવેશનન પર ફોકસ કરીને ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી રહ્યાં છો એની મને ખુશી છે. આરોગ્ય સેતુ એપ્લિકેશન બનાવવાવું એ એક મહત્વનું પગલું છે.

ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યારે લગભગ આખું વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે.

coronavirus covid19 international news narendra modi bill gates