બિલ ગેટ્સ રોજના ૬ કરોડ ખર્ચે તોય તેમનો ખજાનો ૨૧૮ વર્ષ ચાલે

01 November, 2014 07:09 AM IST  | 

બિલ ગેટ્સ રોજના ૬ કરોડ ખર્ચે તોય તેમનો ખજાનો ૨૧૮ વર્ષ ચાલે

હાલમાં તેમની સંપત્તિ ૭૯ અબજ ડૉલર છે. ઑક્સફૅમે કરેલા રિસર્ચ મુજબ બિલ ગેટ્સ રોજ દિવસમાં ત્રણ ફરારી જેવી સુપરકાર ખરીદી શકે છે. આ રિસર્ચ મુજબ મેક્સિકોના બિઝનેસમૅન અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ કાલોર્સ સ્લિમ રોજના છ કરોડ ખર્ચે તો ૨૨૦ વર્ષ લાગશે. એ જ રીતે વૉરેન બફેટની સંપત્તિ ખર્ચ કરતાં ૧૬૯ વર્ષ લાગી શકે. આ રિસર્ચ મુજબ મંદી પછી દુનિયામાં અબજોપતિઓની સંખ્યા બમણી થઈ ચૂકી છે. માર્ચ ૨૦૦૯માં ૭૯૩ અબજપતિ હતા અને માર્ચ ૨૦૧૪માં એ સંખ્યા વધીને ૧૬૪૫ સુધી જઈ પહોંચી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બિલ ગેટ્સને રોજના ૧૧.૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ સાત કરોડ રૂપિયાની તો વ્યાજની કમાણી થાય છે. આર્થિક અસમાનતાની વાત કરીએ તો દુનિયાના સૌથી ધનિક એવા ૮૫ લોકોની કુલ સંપત્તિ પૃથ્વી પરની અડધી વસ્તીની સંપત્તિ બરાબર થાય.