ઓમાઇક્રોન શોધાયો ત્યારથી પાંચ લાખનાં મોત : ડબ્લ્યુએચઓ

10 February, 2022 09:04 AM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

ડબ્લ્યુએચઓના ઇન્સિડન્ટ મૅનેજર અબદી મહમૂદે આ જાણકારી આપી હતી

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું હતું કે નવેમ્બર અંતમાં ઓમાઇક્રોન વેરિઅન્ટ શોધાયો ત્યારથી સમગ્ર દુનિયામાં ૧૩ કરોડ કેસ નોંધાયા છે અને પાંચ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. ડબ્લ્યુએચઓના ઇન્સિડન્ટ મૅનેજર અબદી મહમૂદે આ જાણકારી આપી હતી. કેસની સંખ્યાની દૃષ્ટિએ ઓમાઇક્રોને ઝડપથી ડેલ્ટાને ઓવરટેક કર્યો છે, કેમ કે એ વધારે ચેપી છે. 
મહમૂદે કહ્યું હતું કે ‘અસરકારક રસીકરણના યુગમાં પાંચ લાખ લોકોનાં મોત થયાં છે એ ખરેખર ચિંતાજનક બાબત છે. દરેક જણ કહે છે કે ઓમાઇક્રોન હળવો છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે આ વેરિઅન્ટ ડિટેક્ટ થયો ત્યારથી પાંચ લાખ લોકોનાં મોત થયાં છે.’

international news Omicron Variant world health organization