આ સિંગરે પ્રતિષ્ઠિત એવોર્ડ પર પેશાબ કર્યો

17 September, 2020 08:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સિંગરે પ્રતિષ્ઠિત એવોર્ડ પર પેશાબ કર્યો

ફાઈલ તસવીર

અમેરિકન સિંગર અને રૅપર કાન્યે વેસ્ટ (Kanye West)ના એક વીડિયોએ સોશ્યલ મીડિયામાં લોકોનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું છે. આમ તો આ વીડિયો આ સિંગરે પોત જ છે તેની કોઈ ખાતરી થઈ નથી. પરંતુ તેના અધિકૃત ટ્વીટર અકાઉન્ટમાં આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ગણાતો ગ્રેમી એવોર્ડ ટ્રોફી છે જે વોશરૂમના ટોઈલેટ પોટમાં અને તેના ઉપર કોઈ પેશાબ કરી રહ્યું છે.

વીડિયોમાં કૅપ્શન આપી, ‘જાણી લેજો હું આટલામાં જ રોકાઈશ નહીં.’ બુધવારે પણ આ ટ્વીટર ઉપર કોઈ મ્યુઝિક કોન્ટ્રેક્ટ્સના પાનાને શૅર કરીને કહ્યું હતું કે આધુનિક સમયમાં ગુલામીમાંથી મુક્ત થવા માગુ છું.

પેશાબના આ વીડિયો બાદ લોકોએ કાન્યે વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે. કાન્યે વેસ્ટે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે, મને ખબર છે કે કોઈ સિંગરને આવું કહેવાની મંજૂરી નથી. પણ હું ચૂપ ન રહી શકું. હું હંમેશાની જેમ કહેવા જઈ રહ્યો છું. અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું કે, મારા યુનિવર્સલ કોન્ટ્રેક્ટ્સ છે. હું ઈચ્છું છું કે વિશ્વના દરેક વકીલો તેને જોવે.

kanye west viral videos grammy awards