03 October, 2026 09:14 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (ફાઇલ તસવીર)
દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટમાં હુમલો કરવા ઓમાની કો-પાઇલટને જેણે પણ મોકલ્યો હશે તેણે ભારે કિંમત ચૂકવવી પડશે એવી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે આકરી ચેતવણી ઉચ્ચારી હતી. હુમલાના બે દિવસ બાદ સોશ્યલ મીડિયા પર વિડિયો-સંદેશમાં નેતન્યાહુએ જણાવ્યું હતું કે સમય વીતવાની સાથે આ ઘટના પાછળનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે.
વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘હુમલાખોર કો-પાઇલટ ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત હતો. તે પ્રવાસીઓ સાથે વિમાનને તોડી પાડવા માગતો હતો. આ હુમલાખોર પાઇલટને કોઈએ ખાસ મિશન પર મોકલ્યો હતો કે કેમ એની ઊંડી તપાસ ચાલી રહી છે અને એના સૂત્રધારને ભારે કિંમત ચૂકવવી પડશે.’