બીજિંગના મેયર ગુજરાત આવશે

10 November, 2011 08:45 PM IST  | 

બીજિંગના મેયર ગુજરાત આવશે



ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાયેલી બેઠકમાં બીજિંગના મેયર ગુઓ જિન લૉન્ગે ગુજરાતના ઝડપી અને આધુનિક વિકાસના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીભર્યા અને પ્રગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી હતી અને ગુજરાત આવવાનું આમંત્રણ સ્વીકારી શહેરી વ્યવસ્થાપનનું ડેલિગેશન પણ સાથે આવશે એવી તત્પરતા વ્યક્ત કરી હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે ગુજરાતના ૨૨ જેટલા ઉદ્યોગ-વેપારના અગ્રણી સંચાલકો સાથે ચીનના પાંચ દિવસના પ્રવાસના આરંભે બીજિંગ પહોંચ્યા હતા.