બીજિંગ: કોરોના સંકટ વચ્ચે ચીનમાં છૂટાછેડાના કેસમાં વધારો

17 March, 2020 12:06 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

બીજિંગ: કોરોના સંકટ વચ્ચે ચીનમાં છૂટાછેડાના કેસમાં વધારો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની ઇફેક્ટ વચ્ચે ચીનમાં છૂટાછેડાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર ચીનના મેરેજ રજિસ્ટ્રી ઑફિસનું માનવું છે કે એવું એટલે થઈ રહ્યું છે કે કોરોના વાઇરસના કારણે કપલ ઘરમાં વધારે સમય સાથે પસાર કરી રહ્યા છે.

ચીનના સિચુઆન પ્રોવિન્સના એક મેરેજ રજિસ્ટ્રી ઑફિસના અધિકારી લુ શિજુને કહ્યું કે ૨૪ ફેબ્રુઆરી બાદથી ૩૦૦ કપલ છૂટાછેડા માટે અપૉઇન્ટમેન્ટ લઈ ચૂક્યા છે.

સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં શિજુને કહ્યું કે છૂટાછેડાના વધારે કિસ્સા સામે આવ્યા છે. લોકો ઘણો સમય ઘરે પસાર કરી રહ્યા છે. સામાન્ય વાત પર કપલ વચ્ચે ભયંકર ઝઘડો થઈ રહ્યો છે અને બાદમાં તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે.

શાંઝી પ્રોવિન્સના મેરેજ રજિસ્ટ્રેશન ઑફિસમાં પણ ડાઇવોર્સ માટે અપૉઇન્ટમેન્ટ લેનારા લોકોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે લગભગ એક મહિનાથી ઑફિસ પણ બંધ થઈ ગઈ છે.

એક ઑફિસમાં તો એક જ દિવસમાં ૧૪ કેસ આવ્યા. ફુઝોઉમાં અધિકારીઓએ મોટી સંખ્યામાં આવેદન મળ્યા બાદ એક દિવસમાં છૂટાછેડા અપૉઇન્ટમેન્ટ આપવાની સીમા ૧૦ કરી દીધી.

china beijing international news