કોરોના વાઇરસ: તાઇવાનમાં ફિલ્મો-સિરિયલોમાં કિસિંગ સીનના શૂટિંગ પર રોક

11 February, 2020 10:27 AM IST  |  Beijing

કોરોના વાઇરસ: તાઇવાનમાં ફિલ્મો-સિરિયલોમાં કિસિંગ સીનના શૂટિંગ પર રોક

કોરોના વાઇરસ

કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયામાં ૯૧૦થી વધારે લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય અત્યાર સુધી સમગ્ર દુનિયામાં ૪૦,૫૫૪ લોકો બીમાર થઈ ચૂક્યા છે. આ દરમ્યાન તાઇવાને નાના અને મોટા પડદા પર રોમાન્સ, કિસિંગ અને અંગત વાતચીત ફિલ્માવાને લઈને મોટો નિર્ણય લીધો છે.  જોકે, કોરોના વાઇરસના ડરથી તાઇવાને ફિલ્મો અને સિરિયલોમાં કિસિંગ સીનના શૂટિંગ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શૂટિંગ દરમ્યાન અભિનેતા અને અભિનેત્રીઓને વધારે નજીક ન આવવાની પણ સલાહ આપવામાં આવી છે.  તાઇવાનની ન્યુઝ એજન્સી એક મીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા આ જીવલેણ સંક્રમણ અત્યારે આ પરિસ્થિતિ સુધી પહોંચી ગયા કે કિસિંગ સીન પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. 

china beijing coronavirus international news