ચીનમાં કોરોના વાઇરસથી મોતને ભેટનારાની સંખ્યા 1600 થઈ

16 February, 2020 11:40 AM IST  |  Beijing

ચીનમાં કોરોના વાઇરસથી મોતને ભેટનારાની સંખ્યા 1600 થઈ

કોરોના વાઈરસ

જીવલેણ કોરોના વાઇરસના સંક્રમણથી મોતને ભેટનારા લોકોની સંખ્યા ૧૬૩૧ સુધી પહોંચી ગઈ છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે આ વાઇરસના કારણે સૌથી વધારે અસર હુબેઈ પ્રાંતમાં જોવા મળી છે. શુક્રવારના રોજ હુબેઈમાં ૨૪૨૦ના નવા મામલા નોંધાયા છે અને ૧૩૯ લોકોનાં મોત નીપજ્યાં છે. આયોગે જણાવ્યું કે આ ઉપરાંત હેનાનમાં બે અને બીજિંગ તેમ જ ચોંગક્વિંગમાં એક-એક વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે.

દેશમાં શુક્રવારે ૩૧ પ્રાંતીય સ્તરના વિસ્તારોમાં ૨૬૪૧ લોકો આ વાઇરસની લપેટમાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ૬૫,૦૦૦ લોકો હાલ ચેપગ્રસ્ત છે. જોકે આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દાવો કરાયો છે કે આ વાઇરસ સીઓવીઆઇડી-૧૯ (કોરોના વાઇરસનું અધિકૃત નામ)ની અસર આંશિક રીતે ઓછી થઈ રહી છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનએ કહ્યું હતું કે આ ચીનમાં આ વાઇરસના ૨૫૪ કેસો નોંધવામાં તેની ગણતરીમાં ફેરફાર જવાબદાર છે. આમ, આ વાઇરસના ફેલાવામાં નોંધપાત્ર વધારો હાલ જોવા મળતો નથી.

જીનિવામાં ડબ્લ્યુએચઓના હેલ્થ ઇમર્જન્સિસ પ્રોગ્રામના વડા માઇકલ રિયાને કહ્યું હતું, ‘વાઇરસના ફેલાવામાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે કઈ રીતે કેસો નોંધાય છે એના આધારે અને છેલ્લા ૨૪ કલાકના ડેટા અનુસારની ગણતરીમાં વાઇરસનો ફેલાવો ઝડપથી વધી રહ્યો હોવાનું પ્રતીત થાય છે, પરંતુ ખરેખર એની ગતિ ધીમી પડી છે.

કોરોના વાઇરસ ઇફેક્ટઃ ફેસબુકે કરી ગ્લોબલ માર્કેટિંગ સમિટ રદ

કોરોના વાઇરસને કારણે સૅન ફ્રાન્સિસ્કોમાં ફેસબુકે તેમની ગ્લોબલ માર્કેટિંગ સમિટને રદ કરી દીધી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સૅન ફ્રાન્સિસ્કો ક્રૉનિકલમાં એક રિપોર્ટ અનુસાર ફેસબુકે અહીં ૯થી ૧૨ માર્ચ દરમ્યાના યોજાનારા કાર્યક્રમને રદ કરી દીધો છે. આ સમિટમાં ૫૦૦૦થી વધુ લોકો સામેલ થવાની શક્યતા હતી.

આ ઉપરાંત આઇબીએમ એ કહ્યું કે, તેમણે ૨૪થી ૨૮ ફેબ્રુઆરી સુધી આરએસએ સાઇબર સ્પેસ સમ્મેલનમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો. જોકે આરએસએ કહ્યું કે તે કાર્યક્રમને રદ નહીં કરે. આ પહેલાં ફ્લેગશિપ મોબાઇલ વર્લ્ડ કૉન્ગ્રેસ ૨૦૨૦ સમ્મેલન રદ થઈ ગયું હતું. આ કાર્યક્રમ બાર્સેલોનામાં યોજાવાનો હતો.

china coronavirus beijing international news