કોરોના વાઇરસનો આતંક: ચીનમાં અત્યાર સુધી 717નાં મૃત્યુ

09 February, 2020 08:27 AM IST  |  Beijing

કોરોના વાઇરસનો આતંક: ચીનમાં અત્યાર સુધી 717નાં મૃત્યુ

કોરોના વાઇરસનો આતંક

દક્ષિણ પૂર્વ ચીનમાં એક શખસને માત્ર ૧૫ સેકન્ડમાં કોરોના વાઇરસે સંક્રમિત કરી દીધો. આ શખસ એક બજારમાં સંક્રમિત મહિલાની પાસે માત્ર ૧૫ સેકન્ડ ઊભો હતો, બસ આટલી જ વારમાં તેને જીવલેણ બીમારી લાગી ગઈ.

કોરોના વાઇરસથી પ્રભાવિત શખસની ઓળખ દરદી નંબર ૫ બતાવી છે. આ દરદી શુઆંગડોંગફેંગ બજારમાં દરદી નંબર ૨ની પાસે ઊભો હતો. જિઆંગબેઇના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે દરદી નંબર ૫એ પોતાને બચાવવા માટે માસ્ક લગાવ્યું નહોતું. અધિકારી હવે એ ભાળ મેળવી રહ્યા છે કે પીડિત દરદી નંબર ૫ કયાંનો રહેવાસી છે અને છેલ્લાં બે સપ્તાહમાં તે કેટલા લોકોના સંપર્કમાં આવ્યો છે.

વાઇરસનું નવું નામ ‘નોવલ કોરોના નિમોનિયા’

ચીનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આ વાઇરસને એક અસ્થાયી સત્તાવાર નામ આપ્યું છે. હવે આ વાઇરસ કોરોના વાઇરસની જગ્યાએ ‘નોવલ કોરોના વાઇરસ નિમોનિયા’ કે ‘એનસીપી’ તરીકે ઓળખાશે. નવા વાઇરસના નામકરણનો નિર્ણય ‘ઇન્ટરનૅશનલ કમિટી ઑન ટેક્સોનોમી ઑફ વાઇરસ’એ કર્યો છે.

coronavirus china beijing international news