કોરોના વાઇરસ સામે લડવા જેક માએ 100 કરોડ રૂપિયા દાનમાં આપ્યા

31 January, 2020 10:17 AM IST  |  Beijing

કોરોના વાઇરસ સામે લડવા જેક માએ 100 કરોડ રૂપિયા દાનમાં આપ્યા

જેક મા

ચીનના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અલી બાબાના સ્થાપક જેક માએ કોરોના વાઇરસ સામે લડવા માટે ૧૪ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૦૦ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ પૈસાનો ખર્ચ વૈજ્ઞાનિકો કોરોના વાઇરસની રસી શોધવામાં કરશે. જેક મા ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે આ પૈસા ચીન સરકારનાં બે રિસર્ચ સંગઠનોને આપવામાં આવશે. આ ઉપરાંત આ પૈસા સારવાર પાછળ પણ ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો : ચીનમાં કોરોના વાઇરસનો કેર યથાવત, અત્યાર સુધી 170નાં મોત

જેક મા ફાઉન્ડેશન તરફથી કહેવામાં આવ્યું છે કે વૅક્સિન તૈયાર કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદ પણ મફતમાં આપવામાં આવશે. નોંધનીય છે કે ચીન અને અમેરિકાના વૈજ્ઞાનિકો કોરોના વાઇરસની રસી તૈયાર કરવા માટે સતત કામ કરી રહ્યા છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે વૅક્સિન માટે લોકોએ એક વર્ષની રાહ જોવી પડશે.

china beijing international news