ચીનમાં એશિયાના સૌથી મોંઘા તલાક: રાતોરાત બિલ્યનેર બની ગઈ મહિલા

04 June, 2020 11:20 AM IST  |  Beijing | Agencies

ચીનમાં એશિયાના સૌથી મોંઘા તલાક: રાતોરાત બિલ્યનેર બની ગઈ મહિલા

પ્રતીકાત્મક તસવીર

તલાક પછી કોઈ પણ સુખી પરિવાર તબાહ થઈ જાય છે, પણ તલાકે એક મહિલાના ભાગ્યને ખોલી દીધો છે. મહિલા ફક્ત અમીર નથી બની પણ સાથે સાથે એશિયાની સૌથી અમીર મહિલાની યાદીમાં સામેલ પણ થઈ ગઈ.

ચીનની વેક્સિન બનાવતી કંપની શંઝેન કંગટાઈ બાયોલોજિકલ પ્રોડક્ટના ચૅરમૅન ડ્યુ વેઇમિને તેની પત્નીથી તલાક લીધા છે. વળતર તરીકે તેણે પત્ની યુઆન લિપિંગને કંપનીના ૧૬.૧૩ કરોડ શૅર આપ્યા છે. આ શૅર પછી લિપિંગ એશિયાની સૌથી અમીર મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. શૅરબજારમાં આ શૅરની કિંમત ૨૪ હજાર કરોડ રૂપિયા છે. જ્યારે ડ્યુની કુલ સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો છે. તેની સંપત્તિ હવે લગભગ ૩.૧ અબજ ડૉલર એટલે ૨૩,૨૫૦ કરોડ રૂપિયા રહી ગઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ ૫૬ વર્ષીય ડ્યુ વેઇમિનનો જન્મ ચીનના જિયાંગ્શી પ્રાંતના એક ખેડૂત પરિવારમાં થયો હતો.

china beijing international news