ચીને લદાખમાં તહેનાત કર્યા સુપર સૉલ્જર્સ, પીછેહઠની વાતો બધી ગપગોળા

16 February, 2021 12:23 PM IST  |  Beijing

ચીને લદાખમાં તહેનાત કર્યા સુપર સૉલ્જર્સ, પીછેહઠની વાતો બધી ગપગોળા

સુપર સૉલ્જર્સ

વિશ્વની મહાસત્તા બનવાના પ્રયાસમાં ચીને અત્યારથી જ તેના સૈનિકોને સુપર સૉલ્જર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આયર્નમૅનની જેમ ચીની સૈનિકો માટે એક્ઝોસ્કેલેટન સૂટ બનાવડાવ્યો છે. આ સૂટ ચીની સૈનિકોને ભારી વજન ઉઠાવી લઈ જવામાં સહાયક બને છે. ચીને આવા સૂટ પહેરેલા સૈનિકોને પૂર્વીય લદ્દાખ વિસ્તારમાં તહેનાત કર્યા છે.

પીએલએના સૈનિકો એક્ઝોસ્કેલેટન સૂટ પહેરીને પૅટ્રોલિંગ કરી રહ્યા હોવાના સમાચાર એવા સમયે મળ્યા છે, જ્યારે થોડા જ દિવસ પહેલાં ચીને ભારતીય લશ્કર પર તેમના વિરુદ્ધ સૌથી જીવલેણ માઇક્રોવેબ વેપનનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, જોકે ભારતીય લશ્કરે આ આક્ષેપોને રદિયો આપ્યો હતો.

રશિયન ન્યુઝ વેબસાઇટે જણાવ્યા મુજબ ચીનના સરકારી ટીવી ચૅનલ પરના રિપોર્ટમાં પીએલએના સૈનિકોને આ પ્રકારના સૂટ પહેરીને પૅટ્રોલિંગ કરતા દર્શાવાયા હતા. આ સૈનિકોને લદ્દાખને અડીને આવેલા રહેવાસી વિસ્તારમાં તહેનાત કરાયા હતા. જોકે આ સૂટ કોણે તૈયાર કર્યા છે, એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

china beijing international news ladakh