ચીનમાં કોરોના વાઇરસનો કેર યથાવત, અત્યાર સુધી 170નાં મોત

31 January, 2020 07:25 AM IST  |  Beijing

ચીનમાં કોરોના વાઇરસનો કેર યથાવત, અત્યાર સુધી 170નાં મોત

પ્રતીકાત્મક તસવીર

ચીનથી આખી દુનિયામાં ફેલાયેલા જીવલેણ નોવેલ કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં ૭૮૯૨ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એમાંથી ૭૭૭૧ તો માત્ર ચીનમાં જ છે. આ વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં ૧૭૦ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. વીતેલા ૨૪ ક્લાકમાં કોરોના વાઇરસથી ૩૮ લોકોનાં મોત થયાં છે અને ૧૭૦૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે તમામ ઉપાય કરીને ચીનની સરકાર થાકી ગઈ તો હવે તેણે કોરોના વાઇરસથી લોકોને બચાવવા અને મદદ કરવા માટે પોતાની સેનાને ઉતારી દીધી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એના માટે આદેશ આપ્યો છે.

ચીનથી ફેલાયેલો કોરોના વાઇરસ અત્યાર સુધી દુનિયાભરના ૧૭ દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. આ બધાની વચ્ચે કેટલીય વૈશ્વિક ઍરલાઇન્સે ચીન માટે પોતાની ઉડાનો બંધ કરી દીધી છે. ચીને સેનાને આખા દેશમાં તહેનાત કરી દીધી છે જેથી કરીને તે દરેક પ્રકારના સંક્રમિત લોકો, ચિકિત્સા-કર્મચારીઓ અને સામાન્ય લોકોની મદદ કરી શકે.

આ બધાની વચ્ચે ચીનની સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ માંસ ખાવાનું બંધ કરી દે. શાકભાજી ખાય. ચીનના હુબેઈ પ્રાંતનાં તમામ શહેરો સહિત આખા દેશનાં ૨૧ શહેરોમાં માંસાહાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે લોકોને કહ્યું છે કે તેઓ માંસ ખાવાનું બંધ કરી દે અને શાકભાજીઓ ખાય. ખેડૂતોને કહ્યું કે તેઓ શાકભાજી વધુમાં વધુ ઉગાડે. ચીનના કૃષિ મંત્રાલયે આદેશ રજૂ કરીને કહ્યું છે કે દેશની તમામ એજન્સીઓ ખાદ્યાન્ન ઉત્પાદનમાં લાગી ચૂકેલ છે જેથી કરીને દેશમાં ખાવાની મુશ્કેલી ન પડે. પાડોશી દેશોમાંથી ફળો અને શાકભાજીઓની આયાત વધારવાની કવાયત પણ કરાઈ રહી છે જેથી કરીને જેમને માત્ર માંસ ખાવાની આદત છે તેમણે શાકભાજીઓ ઓછાં ન પડે. બીજી બાજુ વુહાનમાં કોરોના વાઇરસથી પીડિત લોકો માટે હૉસ્પિટલ બનાવવાનું કામ ઝડપથી કરી રહ્યા છે. તેમાં પણ ચીનની સેના મદદ કરી રહી છે.

સંયુક્ત અરબ અમીરાતમાં કોરોના વાઇરસનો પહેલો કિસ્સો

સંયુકત અરબ અમીરાતમાં કોરોના વાઇરસનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. પીડિત વ્યક્તિનો પરિવાર વુહાનથી છે. તેને પશ્ચિમ એશિયામાં કોરોના વાઇરસનો પહેલો મામલો મનાય છે. યુએઈના સ્વાસ્થ્ય અને રોકથામ મંત્રાલયે કોરોના વાઇરસના મામલાની જાહેરાત કરી છે.

china beijing international news