પહેલી નવેમ્બરથી કોરોનાની વૅક્સિન આપવા તૈયાર રહો

04 September, 2020 08:19 AM IST  |  Mumbai | Agencies

પહેલી નવેમ્બરથી કોરોનાની વૅક્સિન આપવા તૈયાર રહો

ડોનાલ્ડ ટ્રમ્પ

પ્રોવિડન્સ (યુ.એસ.એ.) ઃ (પી.ટી.આઇ.) અમેરિકામાં ટ્રમ્પની ફેડરલ સરકારે પહેલી નવેમ્બર સુધીમાં કોરોના વાઇરસની રસીના વિતરણ માટે તૈયારી કરવા રાજ્યોને કહ્યું છે. બાવીસમી ઑગસ્ટે ગવર્નરને લખેલા પત્રમાં યુ.એ. સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર રૉબર્ટ રેડફિલ્ડે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં રાજ્યોને મેકેસન કૉર્પ. પાસેથી પરમિટની અરજી મળશે. મેકેસન કૉર્પે રાજ્યો, સ્થાનિક આરોગ્ય વિભાગ અને હૉસ્પિટલોમાં વૅક્સિનની વહેંચણી માટે સીડીસી સાથે કરાર કર્યા છે. જોકે કેટલાક લોકોએ આ વાતને સાયન્સ સાથે નહીં, પરંતુ નવા પ્રેસિડન્ટની ચૂંટણી સાથે સાંકળતાં રસીની અસરકારકતા વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે.
સીડીસી આ વિતરણ સુવિધાઓ માટેની અરજીઓમાં ઝડપ લાવવા તમારી સહાયની તાકીદે વિનંતી કરે છે અને સાથે જ પ્રશ્ન કરે છે કે જો આવશ્યકતા હશે તો ૨૦૨૦ની ૧ નવેમ્બર સુધી સંપૂર્ણ રીતે કાર્યરત થવાથી અટકાવનારી આ સુવિધાઓને તમે જતી કરવા તૈયાર છો એમ રેડફિલ્ડે કહ્યું હતું.
તેમણે લખ્યું છે કે જતી કરવામાં આવેલી કોઈ પણ સુવિધાને કારણે રસીની સલામતી અથવા અસરકારકતા સાથે સમાધાન કરશે નહીં. અસોસિએટેડ પ્રેસે આ પત્ર મેળવ્યો, જેની જાણ પ્રથમ મેક્લેક્ટી દ્વારા કરવામાં આવી.
સીડીસીએ કેટલાક આરોગ્ય વિભાગોને પ્લાનિંગના ત્રણ દસ્તાવેજો પણ મોકલ્યા હતા, જેમાં રસી ક્યારે ઉપલબ્ધ થશે એની સંભવિત સમયરેખાઓ સામેલ હતી.
દસ્તાવેજોનો ઉપયોગ વહેલી તકે રસીકરણ માટેની યોજનાઓ વિકસાવવા માટે કરવામાં આવે છે.

international news united states of america