બાર કોડ શોધનાર અમેરિકનનું મૃત્યુ

15 December, 2012 10:08 AM IST  | 

બાર કોડ શોધનાર અમેરિકનનું મૃત્યુ




ન્યુ જર્સી સ્ટેટના એજવૉટર નામના ટાઉનમાં રહેતા વુડલૅન્ડ લાંબા સમયથી અલ્ઝાઇમરથી પીડાતા હતા. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે વૃદ્ધાવસ્થાને લીધે સર્જાયેલા જુદા-જુદા પ્રૉબ્લેમ્સને કારણે તેમનું અવસાન થયું હતું. મિકૅનિકલ એન્જિનિયરિંગ ભણી રહેલા વુડલૅન્ડે ૧૯૪૦માં તેમના ક્લાસમેટ બર્નાર્ડ સિલ્વરની મદદથી બાર કોડનો આઇડિયા ડેવલપ કર્યો હતો. એ પછી ૧૯૬૦માં તેમણે મૉડર્ન બાર કોડ (યુનિવર્સલ પ્રોડક્ટ કોડ)ની પેટન્ટ મેળવી હતી. બાર કોડમાં જે તે પ્રોડક્ટની પ્રાઇસ સહિતની ઇન્ફર્મેશન હોય છે જેને ઑપ્ટિકલ સ્કૅનર દ્વારા ઉકેલી શકાય છે.