ઓબામાએ કર્યો તેની દિકરી બાબતે આ ઘટસ્ફોટ

19 December, 2020 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓબામાએ કર્યો તેની દિકરી બાબતે આ ઘટસ્ફોટ

તસવીર સૌજન્યઃ જાગરણ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઘટસ્ફોટ કર્યો છે. ઓબામાએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં ક્વોરન્ટીન સમય દરમિયાન તેની દીકરીનો બોયફ્રેન્ડ તેમના જ ઘરમાં રહેતો હતો.

ઓબામાએ એવું પણ કહ્યું હતું કે એક યુવાન માણસના વધારે ખાવાને કારણે તેમનું ગ્રોસરી બિલ 30 ટકા સુધી વધુ ગયું હતું. એક શોમાં ઓબામાએ કહ્યું હતું કે કોરોના મહામારીના શરૂઆતના દિવસોમાં દીકરી મલિયાનો બોયફ્રેન્ડ અમારા પરિવાર સાથે જ ક્વોરન્ટીન થયો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે વિઝા અંગે ઘણી વસ્તુઓ હતી, તેની જોબ હતી. એટલા માટે અમે તેને અમારી સાથે રહેવા દીધો. હું તેને ભગાડવા નહોતો માગતો, પણ તે સારો છોકરો છે. ઓબામાએ એવું પણ જણાવ્યું કે ક્વોરન્ટીન દરમિયાન દીકરી મલિયા, સાશા અને રોરી સાથે તેણે શ્રેષ્ઠ ક્ષણો પસાર કરી છે. ઓબામાએ આ લોકોને કાર્ડ ગેમ્સ રમતા શીખવી હતી.

ઓબામાએ ઉમેર્યું કે, રોરીની ડાયટ તેમની દીકરીઓ કરતાં ઘણું અલગ હતું. તેને જમતા જોઈને અજુગતું લાગતું હતું. આનાથી ગ્રોસરી બિલ 30 ટકા વધી ગયું હતું.

મલિયા ઓબામાની મોટી દીકરી છે. તે 22 વર્ષની છે. મલિયા ઓબામા અને તેનો બોયફ્રેન્ડ ફર્કુહર્સન 2017માં હાર્વર્ડમાં અભ્યાસ દરમિયાન મળ્યો હતો.

barack obama