બરાક ઓબામાએ જોઈ નહીં શકતા ભારતીયની ટોચના પદે કરી નિમણૂક

02 December, 2012 05:32 AM IST  | 

બરાક ઓબામાએ જોઈ નહીં શકતા ભારતીયની ટોચના પદે કરી નિમણૂક

સચિનદેવ પવિત્રન નામના આ ભારતીયની આર્કિટેક્ચરલ ઍન્ડ ટ્રાન્સર્પોટેશન બૅરિયર્સ કમ્પ્લાયન્સ બોર્ડના મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઓબામાએ તેમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘આ સમર્પિત વ્યક્તિઓના સમૃદ્ધ અનુભવ અને આવડતનો લાભ મેળવી શકવા બદલ મને ગર્વ છે. આવનારાં મહિનાઓ અને વર્ષોમાં તેમની સાથે કામ કરવા હું ઉત્સુક છું.’

પવિત્રન અત્યારે યુટાહ સ્ટેટની યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝમાં પ્રોગ્રામ ડિરેક્ટરના પદ પર છે. તેઓ શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટેની નીતિના એક્સપર્ટ છે. આ ક્ષેત્રમાં તેઓ ૧૨ વર્ષનો અનુભવ ધરાવે છે એટલું જ નહીં, શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટેની ટ્રેઇનિંગ તથા ટેક્નૉલૉજીના પણ તેઓ નિષ્ણાત છે. તેમણે યુટાહ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન અને માસ્ટર ડિગ્રી મેળવી હતી.