ઢાકા કાફે આતંકવાદી હુમલાના કેસમાં સાત દોષીને ફાંસીની સજા ફટકારાઈ

28 November, 2019 12:16 PM IST  |  Dhaka

ઢાકા કાફે આતંકવાદી હુમલાના કેસમાં સાત દોષીને ફાંસીની સજા ફટકારાઈ

પ્રતિકાત્મક તસવીર

બંગલા દેશના ઢાકામાં ૨૦૧૬માં થયેલા આતંકવાદી હુમલામાં સાત દોષીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદા અંગેની જાણકારી આપતાં સરકારી વકીલ ગોલમ સરવર ખાને જણાવ્યું કે આતંકવાદીઓ વિરુદ્ધ તમામ પુરાવાઓ હતા અને કોર્ટે તેમને સૌથી મોટી સજા સંભળાવી છે.
જુલાઈ ૨૦૧૬માં આતંકવાદીઓએ ઢાકાના એક કાફે પર હુમલો કર્યો હતો જેમાં ૨૦ લોકોની હત્યા કરવામાં આવી હતી. એક ભારતીય યુવતી પણ આ આતંકવાદી હુમલાનો ભોગ બની હતી. આતંકવાદીઓએ કાફે પર હુમલો કરીને ત્યાં ડિનર કરી રહેલા લોકોને બંદી બનાવી લીધા હતા. તેમણે ૧૨ કલાક સુધી આ તમામ લોકોને ગોંધી રાખ્યા હતા અને ત્યાર બાદ એક પછી એકની હત્યા કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા લોકોમાં નવ ઇટલીના, સાત જપાનના, એક-એક અમેરિકન અને ભારતીય નાગરિક હતા.

bangladesh world news dhaka