લાદેનની જેમ જ સમુદ્રમાં દફનાવવામાં આવ્યો બગદાદીનો મૃતદેહ, જાણો કેમ?

29 October, 2019 11:45 AM IST  |  મુંબઈ

લાદેનની જેમ જ સમુદ્રમાં દફનાવવામાં આવ્યો બગદાદીનો મૃતદેહ, જાણો કેમ?

બગદાદી

ઈસ્લામિક સ્ટેટ્સના મુખિયા અબુ બકર અલ બગદાદીને ઠાર માર્યા બાદ અમેરિકાની સેનાએ તેના મૃતદેહ સાથે શું કર્યું તે સૌથી મોટો સવાલ છે. અમેરિકાની સેનાએ તેનો જવાબ આપતા કહ્યું છે કે નિયમો અંતર્ગત તેના મૃતદેહને દફનાવવામાં આવ્યો છે. અમેરિકાના રક્ષા સૂત્રોએ સ્પષ્ટ કરતા કહ્યું કે તેની મોત બાદ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને બાદમાં તેને સમુદ્રમાં દફનાવવામાં આવ્યો. આ પહેલા ખૂંખાર આતંકી ઓસામા બિન લાદેન સાથે પણ એવું જ કરવામાં આવ્યું હતું.

અમેરિકાની સેનાએ શનિવારની સાંજે સીરિયાના ઉત્તર પશ્ચિમમાં આવેલા પ્રાંત ઈદલિબના બારિશા ગામમાં કાર્રવાઈ કરી બગદાદી સહિત અનેક આતંકીઓને ઠાર માર્યા હતા. અમેરિકાની સેનાએ ઘેર્યા બાદ બગદાદીએ ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુદ સામે આવીને આ બાબતની જાણકારી આપી હતી.

અમેરિકાની સેનાના ટોચના જનરલે કહ્યું કે, તેમના મૃતદેહને અમે અમારા નિયમો અંતર્ગત દફનાવ્યું છે. જેમાં લૉ ઑફ આર્મ્ડ કૉન્ફ્લિક્ટનું પણ પાલન કરવામાં આવ્યું. જણાવી દઈએ કે 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં અલકાયદાના મુખિયા ઓસામા બિન લાદેનને ઠાર મારવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને પણ આવી જ રીતે દફનાવવામાં આવ્યો હતો.

આ પણ જુઓઃ વિશ્વભરમાં તબાહી મચાવનાર આ સંગઠન કમાય છે રોજના 10 કરોડ...

આ કારણથી સમુદ્રમાં દફનાવવામાં આવ્યો
સામાન્ય રીતે ઈસ્લામનું અનુકરણ કરતા કોઈપણ વ્યક્તિને જમીનમાં દફનાવવામાં આવે છે. પરંતુ અમેરિકાની સેનાએ બગદાદીને સમુદ્રમાં દફનાવવાનો નિર્ણય એટલા માટે કર્યો જેથી ભવિષ્યમાં તેની કબરને કોઈ સ્મારકમાં ન ફેરવી શકે.

અમેરિકાએ લગાવી હતી બધી તાકાત
અમેરિકાના રાષ્ટ્રપતિએ પકત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે અમારા હેલિકોપ્ટર ઘણા નીચે ઉડાન ભરી રહ્યા હતા. સ્થાનિક આતંકીઓએ તેના પર ભારે ફાયરિંગ કર્યું પરંતુ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યું. આ મિશનમાં અમેરિકાની સ્પેશિયલ ફોર્સના એક મોટા સમૂહને સામેલ કરવામાં આવ્યો હતો. ડેઈલી મેઈલની રિપોર્ટ અનુસાર, બિલકુલ કોઈ ફિલ્મી સીનની જેમ કુશળ અમેરિકા ડેલ્ટા કમાન્ડોઝે ઉતર્યા બાદ બગદાદીના ગુફા જેવા બંકરને ઘેરવાનું શરૂ કર્યું. અત્યાધુનિક હથિયારો અને સામાનથી સજ્જ પ્રશિક્ષિત શ્વાન અને એક રોબોટ હતો. આ આખા ઑપરેશનને વ્હાઈટ હાઉસમાં લોકો બેસીને લાઈવ જોઈ રહ્યા હતા. આ આખું ઑપરેશન ખૂબ જ ખતરનાક હતું.

donald trump united states of america