બગદાદમાં રોજો છોડી રહેલા શિયાઓ પર કાર-બૉમ્બથી અટૅક

04 July, 2016 06:53 AM IST  | 

બગદાદમાં રોજો છોડી રહેલા શિયાઓ પર કાર-બૉમ્બથી અટૅક



ઇરાકની રાજધાની બગદાદમાં ગઈ કાલે સવારે થયેલા બે જુદા-જુદા બૉમ્બ-બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૧૩૦ લોકો માર્યા ગયા હતા અને ૧૭૬ લોકો ઘાયલ થયા હતા.

પહેલો લોહિયાળ હુમલો બગદાદના કેન્દ્રમાં આવેલા એક શૉપિંગ-વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. ત્યાં એક કાર-બૉમ્બ ફાટ્યો હતો જેમાં ૧૨૫ લોકો માર્યા ગયા હતા અને ૧૬૦ લોકો ઘાયલ થયા હતા. વહેલી સવારે લોકો રોજો છોડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક બૉમ્બ-બ્લાસ્ટ થયો હતો. આ બૉમ્બ-બ્લાસ્ટની જવાબદારી ત્લ્ત્લ્એ લીધી છે અને કહ્યું હતું કે અમે જાણીજોઈને શિયા મુસ્લિમોને લક્ષ્ય બનાવ્યા છે.

બીજા હુમલામાં એક ઇમ્પ્રોવાઇઝ્ડ બૉમ્બ પૂર્વ બગદાદમાં ફાટ્યો હતો, જેમાં પાંચ જણ માર્યા ગયા હતા અને ૧૬ ઘાયલ થયા હતા. આ બૉમ્બ-બ્લાસ્ટની જવાબદારી કોઈ જૂથે સ્વીકારી નથી.