બ્રિટનના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને દિવાળીની ઉજવણી

22 October, 2014 05:15 AM IST  | 

બ્રિટનના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને દિવાળીની ઉજવણી




બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કૅમેરને લંડનસ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને સોમવારે દિવાળીની વાર્ષિક પાર્ટી યોજી હતી અને બ્રિટનમાં રહેતા આઠ લાખથી વધુ હિન્દુઓને શુભેચ્છા પાઠવી હતી. દેશના વિકાસમાં યોગદાન આપવા બદલ કૅમેરને હિન્દુઓનો આભાર પણ માન્યો હતો. ક્વીન એલિઝાબેથની છબી નીચે ગોઠવાયેલાં મિની મંદિર અને ભારતીય મીઠાઈઓ તરફ સરકતાં કૅમેરને મજાક કરી હતી કે મારાં બાળકો અહીં નથી એ સારું છે, નહીંતર તેમણે બધી મીઠાઈ સફાચટ કરી નાખી હોત.