આ દેશના PMએ બનાવ્યા સમોસા, કહ્યું મોદી સાથે શૅર કરવા માગીશ, આ છે જવાબ

31 May, 2020 08:03 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

આ દેશના PMએ બનાવ્યા સમોસા, કહ્યું મોદી સાથે શૅર કરવા માગીશ, આ છે જવાબ

ઑસ્ટ્રેલિયન પીએમએ બનાવ્યા સ્કૉમોસા

ભારતીયોની જુદાં જુદાં પ્રકારનું ખાવાનું અને ચટાકેદાર વ્યંજનોની બનાવવાની ટેવની દુનિયામાં ચર્ચા છે. આ જ કારણ છે વિશ્વના દેશોની તુલનામાં ભારતીય વ્યંજનોનો સ્વાદ લેવો જોઈએ. જણાવવાનું કે ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન (Scott Morrison) ભારતીય સમોસાના શોખીન છે. તેમણે સમોસાનો સ્વાદ ચાખીને પોતે આ વાત શૅર કરી છે. એટલું જ નહીં આની સાથે જ તેમણે કહ્યું કે તે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાવા માગે છે.

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસને રવિવારે સમોસાનો આનંદ માણતાં ટ્વિટર હેન્ડલ પર આની તસવીર શૅર કરી. કૅપ્શનમાં તેમણે લખ્યું કે તે આ સમોસા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શૅર કરવા માગે છે. તેમણે લખ્યું કે, "કેરીની ચટણી સાથે સન્ડે સ્કૉમોસા. ચટણી સહિત. આ અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી મીટિંગ વીડિયો લિંક દ્વારા થશે. સ્કૉમોસા શાકાહારી છે, મને આ પીએમ મોદી સાથે શૅર કરવા ગમશે."

આ તસવીરમાં તેમણે પીએમ મોદીને ટેગ પણ કર્યા છે અને કહ્યું કે તે આ તેમની સાથે શૅર કરવા માગશે. તેમણે આને 'સ્કૉમોસા' નામ આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટનો જવાબ આપતાં લખ્યું, "હિંદ મહાસાગર સાથે જોડાયેલા, ભારતીય સમોસાથી, જોવામાં સ્વાદિષ્ટ દેખાય છે. જ્યારે આપણે COVID-19 વિરુદ્ધ નિર્ણાયક જીત મેળવી લેશું, તેના પછી આપણે એકસાથે સમોસાનો આનંદ લેશું. 4 તારીખે આપણી વીડિયો મીટિંગની રાહ જોઇ રહ્યો છું."

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન પીએમ સ્કૉટ મૉરિસનની 4 જૂનના વીડિયો લિન્ક દ્વારા મીટિંગ થવાની છે. મળતી માહિતી પ્રમાણે બન્ને નેતા સૈન્ય, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સહિત ઘણાં દ્વિપક્ષીય સોદા પર હસ્તાક્ષર પણ કરી શકે છે.

international news australia national news narendra modi