બ્રિટનમાં ભારતીય મૂળની નર્સના મૃત્યુ બદલ ઑસ્ટ્રૅલિયાના બન્ને રેડિયો જૉકીએ માફી માગી

11 December, 2012 05:40 AM IST  | 

બ્રિટનમાં ભારતીય મૂળની નર્સના મૃત્યુ બદલ ઑસ્ટ્રૅલિયાના બન્ને રેડિયો જૉકીએ માફી માગી


બ્રિટનના પ્રિન્સ વિલિયમની પ્રેગ્નન્ટ પત્ની કેટ મિડલટનને આ હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયન રેડિયો ચૅનલના બન્ને જૉકીએ માત્ર મજાક ખાતર કેટની તબિયતની જાણકારી મેળવવા માટે હૉસ્પિટલમાં ફોન કર્યો હતો. આ ફોન ભારતીય મૂળની નર્સ જેસિંથ સેલદાન્હાએ ઉપાડ્યો હતો. બન્ને રેડિયો જૉકીએ પોતાની ઓળખ રાજવી પરિવારના સભ્ય તરીકે કરાવી હતી. તેમની વાત સાચી માનીને નર્સે આ ફોન કેટ મિડલટનને જે રૂમમાં રાખવામાં આવી હતી ત્યાં ટ્રાન્સફર કર્યો હતો.

ઑસ્ટ્રૅલિયન રેડિયો જૉકીની રમૂજ ભારતીય મૂળની નર્સ માટે જીવલેણ પુરવાર થઈ હતી. આ નર્સ બાદમાં તેના રૂમમાંથી મૃત્ા અવસ્થામાં મળી આવી હતી. તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. ગઈ કાલે બન્ને રેડિયો જૉકી મિશેલ ક્રિસ્ટીઆન અને મેલ ગ્રેગે ઑસ્ટ્રેલિયન ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં માફી માગી હતી તથા નર્સના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.