ફ્રાન્સના વિરોધમાં બંગલા દેશમાં હિન્દુઓના ઘર પર કરાયા હુમલા

03 November, 2020 01:44 PM IST  |  Dhaka | Agencies

ફ્રાન્સના વિરોધમાં બંગલા દેશમાં હિન્દુઓના ઘર પર કરાયા હુમલા

પ્રતીકાત્મક તસવીર

બંગલા દેશના કોમિલા જિલ્લામાં કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિન્દુઓનાં ઘરોમાં તોડફોડ કરી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે કોમિલા જિલ્લામાં ઇસ્લામથી જોડાયેલી કથિત અપમાનજનક પોસ્ટને લઈને અફવા ફેલાઈ ત્યારબાદ હિન્દુઓના ઘર પર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો. ફ્રાન્સમાં રહેનારા એક બાંગ્લાદેશી વ્યક્તિએ કથિત રીતે ત્યાંના રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મૈક્રોની ‘અમાનવીય વિચારધારા’ની વિરુદ્ધ પગલા ઉઠાવવાને લઈને પ્રશંસા કરી હતી.
રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશી વ્યક્તિએ ફ્રાન્સમાં પયંગમ્બર મોહમ્મદના કાર્ટૂન દર્શાવનારા ટીચરની હત્યા બાદ કટ્ટરપંથી ઇસ્લામને લઈને મૈક્રોના વલણનું સમર્થન કર્યું હતું અને ત્યારબાદ હિન્દુઓનાં ઘરોમાં તોડફોડ અને આગ ચાંપવાની ઘટના બની. રિપોર્ટમાં પૂર્બો ઘૌર કિંડરગાર્ડન સ્કૂલના હેડમાસ્ટરે ફેસબુક પર એક પોસ્ટ પર કૉમેન્ટમાં મૈક્રોની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું. ફેસબુક પોસ્ટને લઈને જેવી અફવા ફેલાવી શનિવારના આ વિસ્તારમાં તણાવ ચરમ પર પહોંચી ગયો.

international news france bangladesh