પાકિસ્તાનમાં ઓવરટેક બદલ હિન્દુ ફૅમિલી પર હુમલો

10 August, 2022 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનમાં એક રાજકારણીના રિલેટિવ અને તેના સાથીઓએ તેમની કારને ઓવરટેક કરવાની કોશિશ કરનાર એક હિન્દુ પરિવાર પર રવિવારે સાંજે હુમલો કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

સિંધઃ પાકિસ્તાનમાં એક રાજકારણીના રિલેટિવ અને તેના સાથીઓએ તેમની કારને ઓવરટેક કરવાની કોશિશ કરનાર એક હિન્દુ પરિવાર પર રવિવારે સાંજે હુમલો કર્યો હતો. સિંધ પ્રાંતમાં રહેતા આ હિન્દુ પરિવારમાં એક પુરુષ, ત્રણ મહિલાઓ અને બે સંતાનોનો સમાવેશ હતો. આ પરિવાર સ્થાનિક પૉલિટિશ્યનના કઝિન શમશેર પિતાફીના વેહિકલને ઓવરટેક કરવાની કોશિશ કરી રહ્યા હતા. જોકે શમશેર તેમને ઓવરટેક કરવા દેતો નહોતો. આ ફૅમિલીની કાર આખરે પિતાફીના વેહિકલને ઓવરેટક કરવામાં સફળ રહી હતી ત્યારે તેણે આ પરિવારનો પીછો કરીને તેમના પર હુમલો કર્યો હતો.

world news pakistan