૧૮ જાન્યુઆરીએ બુર્જ ખલિફાથી પણ મોટો વિશાળ લઘુગ્રહ પૃથ્વીની બાજુમાંથી પસાર થશે

16 January, 2022 09:06 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નાસાનું કહેવું છે કે એ બાબતે આપણામાંથી મોટા ભાગના લોકોએ ચિંતા કરવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

તમામ કદ અને સાઇઝના લઘુગ્રહો વખતોવખત પૃથ્વીની બાજુમાંથી પસાર થતા રહેતા હોય છે. જોકે હવે આગામી દિવસોમાં આ બાબતને લઈને નાસા તરફથી ચેતવણી આપવામાં આવી રહી છે. 
લઘુગ્રહ ૭૪૮૨ બુર્જ ખલિફા કરતાં પણ વિશાળ છે અને ૧૮ જાન્યુઆરીએ એ પૃથ્વીની સાવ નજીકથી પસાર થશે. નાસાનું કહેવું છે કે એ બાબતે આપણામાંથી મોટા ભાગના લોકોએ ચિંતા કરવી જોઈએ. આ લઘુગ્રહ ૩૦ વર્ષ પહેલાં પસાર થયો હતો. નાસાના ટેલિમેટ્રી ડેટાના આધારે જણાય છે કે આ લઘુગ્રહ ૧૦ લાખ માઇલ્સના અંતરથી પસાર થશે. 
વાસ્તવમાં શુક્રવારે ત્રણ લઘુગ્રહો સાવ નજીકથી પસાર થયા હતા. લઘુગ્રહ ૭૪૮૨ બુર્જ ખલિફા કરતાં પણ​ વિશાળ છે. અને અમિરાત સ્ટેટ બિલ્ડિંગ કરતાં પણ બમણો લાંબો છે. એ ૧૨ માઇલ પ્રતિ સેકન્ડની સ્પીડથી આગળ વધી રહ્યો છે. 
નોંધપાત્ર છે કે, નાસાની આ ચેતવણીની સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સોશ્યલ મીડિયા યૂઝર્સ એના વિશે મીમ્સ બનાવી રહ્યા છે. 

international news nasa dubai united states of america