મહિલાએ ફ્રિજ ખરીદવા ૧૧ વર્ષની દીકરીને વેચી

04 September, 2013 06:06 AM IST  | 

મહિલાએ ફ્રિજ ખરીદવા ૧૧ વર્ષની દીકરીને વેચી

આ ઘટના બ્યુનોસ અર્સ શહેરમાં બની હતી. પાબ્લા મોન્ઝોન નામની ૩૦ વર્ષની ગરીબ મહિલાએ ફ્રિજ ખરીદવા માટે દીકરી પડોશીને વેચી દીધી હતી. ગયા અઠવાડિયે પોલીસે એક ગેરકાયદે ફૅક્ટરીમાં દરોડો પાડીને ત્યાં કામ કરતાં પાંચ બાળકોને બચાવ્યાં હતાં, જેમાં ૧૧ વર્ષની એક છોકરી પણ હતી. આ છોકરીની પૂછપરછ કરતાં પોલીસને જાણ થઈ હતી કે તેની માતાએ ફ્રિજ ખરીદવા માટે તેને વેચી દીધી હતી. પોલીસે પાબ્લાની તો અરેસ્ટ કરી હતી પણ છોકરીને ખરીદનાર પુરુષ ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે પાબ્લાનો પતિ ઘણા સમયથી નાદુરસ્ત તબિયતને કારણે બેકાર છે અને તેને અન્ય ત્રણ બાળકો પણ છે તેથી ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે એક દીકરીને વેચી દીધી હતી.