ટૉપલેસ થવા પર પ્રતિબંધના વિરોધમાં સ્ત્રીઓ અડધી ઉઘાડી થઈ ગઈ

09 February, 2017 05:45 AM IST  | 

ટૉપલેસ થવા પર પ્રતિબંધના વિરોધમાં સ્ત્રીઓ અડધી ઉઘાડી થઈ ગઈ


આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયરસના રસ્તાઓ પર સેંકડો સ્ત્રીઓ પોતાનું ઉપરનું વસ્ત્ર કાઢીને ઉઘાડી છાતીએ વિરોધ કરવા નીકળી હતી. તેમણે પોતાની છાતી અને પીઠ પર સ્તન દેખાડવાં એ કંઈ ગુનો નથી એવું લખાણ પણ ચીતર્યું હતું. ઍક્ચ્યુઅલી, આર્જેન્ટિનામાં સ્ત્રીઓ માટે ઉઘાડા ડિલે ફરવું એ ગુનો બને છે. બે અઠવાડિયાં પહેલાં તદ્દન ટૉપલેસ થઈને આવેલી અમુક સ્ત્રીઓને પોલીસે બળજબરીપૂવર્‍ક બીચ પરથી હાંકી કાઢી હતી. તે સ્ત્રીઓના સમર્થનમાં આ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે. વિરોધ કરનારી સ્ત્રીઓની દલીલ છે કે તેમના શરીરની માલિક તે પોતે જ છે. એને કેટલું ઢાંકવું અને કેટલું ખુલ્લું રાખવું એ નક્કી કરનારી સરકાર કોણ છે? અતમના આ નગ્ન વિરોધનું શું પરિણામ આવશે એ તો સમય કહેશે, પરંતુ અનેક પુરુષો આ નંગુપંગુ સ્ત્રીઓના ફોટો પાડતા અને તેમની સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. ગયા વર્ષે જુલાઈમાં જાહેરમાં સ્તનપાન કરાવનારી સ્ત્રીની સાથે થયેલી બદસલૂકીના વિરોધમાં પણ હજારો સ્ત્રીઓએ ટૉપલેસ થઈને વિરોધ-પ્રદર્શન કરેલું.