અમેરિકામાં એચ-વનબી વિઝા માટે બીજી લૉટરી

31 July, 2021 01:59 PM IST  |  Washington | Agency

ભારતના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રના ડિગ્રીધારીઓમાં એચ-વનબી વિઝા પૉપ્યુલર છે. 

તસવીર સૌજન્ય મિડ-ડે

ધંધા-રોજગાર માટે અમેરિકા જવા ઇચ્છતા સેંકડો ઇન્ફોટેક પ્રોફેશનલ્સ માટે ખૂબ સારા સમાચાર છે. યુ.એસ. સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસે એચ-૧બી વિઝાના અરજદારો માટે બીજી લૉટરી યોજવાનો નિર્ણય લીધો છે.  અમેરિકામાં આ રીતે બે લૉટરી યોજવાની ઘટના જવલ્લે જ બને છે. પ્રથમ લૉટરીમાં સફળ થયેલા જે ઉમેદવારોનું સિલેક્શન ન થયું હોય તેમને માટે બીજી લૉટરી ઉપયોગી નીવડશે. 
કેટલાક મહિના પૂર્વે યોજાયેલા કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રૉમાં અમેરિકાની કૉન્ગ્રેસે નક્કી કરેલી સંખ્યામાં ઉમેદવારો ન મળ્યા હોવાનું નક્કી થયા પછી બીજો ડ્રૉ યોજવાનો નિર્ણય લેવાયો હતો. થિયરેટિકલ અને ટેક્નિકલ એક્સપર્ટાઇઝની જરૂર ધરાવતા સ્પેશ્યલિટી ઑક્યુપેશન્સમાં વિદેશી કર્મચારીઓને નોકરી આપવાની જોગવાઈ એચ-વનબી નૉન-ઇમિગ્રન્ટ વિઝામાં છે. ભારતના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રના ડિગ્રીધારીઓમાં એચ-વનબી વિઝા પૉપ્યુલર છે. 
અમેરિકાની સંસદ-કૉન્ગ્રેસે એચ-વનબી વિઝા માટે ૬૫,૦૦૦ અરજીઓની મર્યાદા બાંધી છે. 

washington international news united states of america