વર્ષે ૫૦ કરોડ લોકોનાં પેટ ભરી શકાય એટલો ખોરાક બગડે છે

26 October, 2012 05:27 AM IST  | 

વર્ષે ૫૦ કરોડ લોકોનાં પેટ ભરી શકાય એટલો ખોરાક બગડે છે

આ સંસ્થાના અંદાજ પ્રમાણે દર વર્ષે ૫૦ કરોડ લોકોનું પેટ ભરી શકાય એટલા ખોરાકનો વેડફાટ થાય છે. એફએઓના ડિરેક્ટર જનરલ જોઝ ગ્રેઝીઓનો ડિસિલ્વાએ કહ્યું હતું કે વિશ્વમાં દર વર્ષે પેદા થતા અન્નમાંથી એક તૃતીયાંશ ભાગ વેડફાઈ જાય છે. તેમણે કહ્યું હતું કે ભૂખમરો સમાપ્ત કરવા માટે અન્નનો બગાડ રોકવો અત્યંત જરૂરી છે.

સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી માહિતી મુજબ વિકસિત દેશોમાં વર્ષે ૩૮૦ અબજ ડૉલરનો ખોરાકનો બગાડ થાય છે, જ્યારે ભારત સહિતના વિકાસશીલ દેશોમાં વર્ષે ૩૧૦ અબજ ડૉલર અન્ન વેડફાય છે. સંસ્થાએ અન્નના ભરપૂર વેડફાટનું સૌથી મોટું કારણ આપતાં કહ્યું હતું કે ઊંચી આવક ધરાવતા દેશોમાં જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ખોરાક ખરીદવામાં આવે છે જેને કારણે મોટા પ્રમાણમાં ખોરાકનો બગાડ થાય છે. જેને કારણે વિશ્વમાં અત્યારે ૧.૫ અબજ લોકો મેદસ્વી શરીર ધરાવે છે, જ્યારે ૮૦ કરોડથી પણ વધારે લોકો કુપોષણનો ભોગ બનેલા છે.