હક્કાની જૂથને મળતા મહત્ત્વથી નારાજ બરાદર કાબુલ છોડી ગયા

16 September, 2021 10:54 AM IST  |  Kabul | Agency

બરાદર અને હક્કાની જૂથના નેતાઓ વચ્ચેના સંઘર્ષે ગઈ કાલે મોટું રૂપ ધારણ કરી લીધું છે. હક્કાની જૂથને સરકાર રચવામાં મળી રહેલા મહત્ત્વથી નારાજ બરાદર ગઈ કાલે કાબુલ છોડીને અજ્ઞાત સ્થળે જવા રવાના થઈ ગયા હતા.

હક્કાની જૂથને મળતા મહત્ત્વથી નારાજ બરાદર કાબુલ છોડી ગયા

કાબુલમાં તાલિબાની સરકારમાં અબ્દુલ ગની બરાદર નાયબ વડા પ્રધાનના પદે નિયુક્ત કરાયા હતા તેમ જ હક્કાની નેટવર્કના વરિષ્ઠ નેતા અને પ્રધાન ખલીલ-ઉર-રહમાન હક્કાની અફઘાનિસ્તાનના મુખ્ય સત્તાધીશોમાં સ્થાન પામ્યા હોવાનું બીબીસીએ એના અહેવાલમાં જણાવ્યું હતું. જોકે બરાદર અને હક્કાની જૂથના નેતાઓ વચ્ચેના સંઘર્ષે ગઈ કાલે મોટું રૂપ ધારણ કરી લીધું છે. હક્કાની જૂથને સરકાર રચવામાં મળી રહેલા મહત્ત્વથી નારાજ બરાદર ગઈ કાલે કાબુલ છોડીને અજ્ઞાત સ્થળે જવા રવાના થઈ ગયા હતા.
 તાલિબાનના વરિષ્ઠ અધિકારીને ટાંકીને બીબીસીએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે કાબુલસ્થિત પ્રેસિડેન્શિયલ પૅલેસમાં બન્ને નેતાઓ વચ્ચે તાલિબાનની વચગાળાની કૅબિનેટની રચના વિશે ચર્ચા થઈ હતી.  
તાલિબાનીઓએ ૧૫ આ?ગસ્ટે કાબુલ પર કબજો કર્યો ત્યારથી કાબુલમાં શાસનની રચના માટે વિવિધ જૂથના નેતાઓ વચ્ચે વિવિધ વિભાગ વચ્ચે મતભેદ હોવાના અહેવાલ બહાર પડ્યા હતા. 
તાલિબાનના રાજકીય કાર્યાલયના નેતાઓ તાલિબાનનો મુખ્ય લડાયક હાથ મનાતા હક્કાની નેટવર્કની મોટી ભૂમિકાનો વિરોધ કરતાં હોવાનું મનાય છે. તેમનો પાકિસ્તાની લશ્કરી સંસ્થા સાથે ગાઢ સંબંધો હોવાનું મનાય છે. આ ઉપરાંત તાલિબાનનો પરંપરાગત ગઢ મનાતા કંદહાર પ્રાંત અને ઉત્તર તથા પૂર્વ અફઘાનિસ્તાનના નેતાઓ વચ્ચે પણ મતભેદ હોવાનું મનાય છે. 

અમારી ચીનને મદદ વિશેની ભારતની ચિંતા સાવ નિરર્થક છે : તાલિબાનો

બેલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટમાં તાલિબાનો ચીનને મદદ કરી રહ્યા હોવાથી ભારત ચિંતિત હોવાના રિપોર્ટ્સ છે

ચીન અને તાલિબાન સહયોગ સાધી રહ્યા છે એમ જણાવતાં તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને તાજેતરમાં કહ્યું હતું કે બેલ્ટ ઍન્ડ રોડ (બીઆરઆઇ) પહેલ હેઠળ ચીન તાલિબાનને મદદ કરી રહ્યું છે એમાં કાંઈ ખોટું નથી તથા આ બાબતે ભારતની ચિંતા નિરર્થક છે. બીઆરઆઇ હેઠળ ચીન અને તાલિબાન સાથે મળે એ ભારત માટે ચિંતાનો વિષય એવા ભારતીય મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલના સંબંધે સુહૈલ શાહીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. 
ઈટીઆઇએમના ઉઇઘર આતંકવાદીઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હોવાની તાલિબાને ચીનને ખાતરી આપી
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા દેશ અને દેશના લોકો માટે કામ કરી રહ્યા છીએ. અન્ય દેશો સાથે અમારા સંબંધ વિકસે એ પરસ્પરના હિતના આધાર પર હોય એ મહત્ત્વનું છે. દેશના વિકાસમાં અમારી સ્થિતિ જીતની રહે એ અમારી નીતિ છે અને આ વિષયમાં ભારતની ચિંતા વાજબી નથી. અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે એના પુનર્નિર્માણ પર ધ્યાન આપવાની જરૂર છે. ચીન જ્યારે અફઘાનિસ્તાનના લોકો માટે રોજગાર નિર્માણ કરી રહ્યું છે એ એમાં કાંઈ ખોટું નથી થઈ રહ્યું.

afghanistan kabul taliban international news world news