માતાઓની ઓછી થશે ચિંતાઃ હવે ઘોડિયું જ રડતા બાળકને સુવડાવશે

30 April, 2019 02:44 PM IST  |  લંડન

માતાઓની ઓછી થશે ચિંતાઃ હવે ઘોડિયું જ રડતા બાળકને સુવડાવશે

હવે બાળકોના માતા-પિતાની ચિંતા થશે ઓછી

હંમેશા રડતા રહેતા બાળકોના માતા પિતા માટે સારા સમાચાર છે. હવે રડતા બાળકને ચુપ કરાવવાનું કામ સરળ નહીં હોય. વૈજ્ઞાનિકોએ એક એવું સ્માર્ટ પારણું બનાવ્યું છે જે રડતા બાળકોને ચૂપ કરાવી દેશે. આ પારણું બાળકોને અલગ-અલગ પ્રકરના અવાજો સંભળાવશે, તેને ઝુલાવશે અને તેને ટુવાલમાં બાંધશે પણ ખરા. જેનાથી બાળકને સુવડાવવામાં મદદ મળે.

નેધરલેન્ડની યુનિવર્સિટી ઑફ એમ્સસ્ટર્ડમના રીસચર્સે જણાવ્યું કે ખૂબ જ રડતું બાળકે પોતાના અને પરિવાર પર પ્રભાવ પાડે છે. તેના માતા-પિતા થાકી જાય છે. તેમણે એવું પણ કહ્યું કે બાળકને ઝુલાવવાથી, હલાવવાથી કે અવાજ કાઢવાથી તે ચૂપ થઈ જાય છે, પરંતુ પરિવારજનો માટે આ ખૂબ જ થકવી નાખનાર કામ છે. તેમણે કહ્યું કે નવી ટેક્નિકથી બનાવવામાં આવેલું ઘોડિયું બાળકને પોતે જ ચૂપ કરાવશે.

આ પણ વાંચોઃ હિમાલયમાં હિમ માનવ હોવાનો પુરાવો! સૈન્યએ શૅર કર્યા ફોટા

ઘોડિયાની શોધ કરનારાઓનું એવું પણ કહેવું છે કે પરીક્ષણમાં સામે આવ્યું છે કે આ પારણું પરિવાજનોની તુલનામાં વધુ સારી રીતે બાળકને શાંત કરાવે છે. બાળકોના હ્રદયની ગતિ કોઈ પરિવારજનના ખોળા કરતા આ પારણમાં વધુ સામાન્ય ગતિથી ચાલે છે.

world news