ચીને તાઇવાનમાંથી ફળો અને ફિશની આયાત પર પ્રતિબંધો મૂક્યા

04 August, 2022 09:01 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

અમેરિકન હાઉસનાં સ્પીકર નૅન્સી પેલોસીની વિઝિટથી અકળાયેલા ચીને તાઇવાનને સજા આપી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકન હાઉસનાં સ્પીકર નૅન્સી પેલોસીની વિઝિટથી અકળાયેલા ચીને તાઇવાનને સજા આપી છે. ચીને ગઈ કાલે તાઇવાનમાંથી ફળો અને માછલીની આયાત પર પ્રતિબંધો મૂક્યા હતા. સાથે જ તાઇવાન જતા એક જહાજને અટકાવ્યું હતું.

ચીનના કસ્ટમ્સ ઍડ્મિનિસ્ટ્રેશને ગઈ કાલે જણાવ્યું હતું કે તાઇવાનમાંથી કેટલાંક ફળો અને ફિશની આયાત પર પ્રતિબંધો રહેશે, જેના માટેનું કારણ આપવામાં આવ્યું છે કે આ ફળો અને ફિશમાં જંતુનાશક દવાઓના અવશેષો અને તેમનાં પૅકેજ પર પૉઝિટિવ કોરોના વાઇરસ વારંવાર ડિટેક્ટ થયા છે.

એક અલગ નોટિસમાં કૉમર્સ મંત્રાલયે જણાવ્યું હતું કે એણે ગઈ કાલથી તાઇવાનને કુદરતી રેતીની નિકાસ સ્થગિત કરી છે. ચીને તાઇવાનની નિકાસ પર પ્રતિબંધો મૂક્યા હોય એમ પહેલી વખત બન્યું નથી. આ પહેલાં ચીને માર્ચ ૨૦૨૧માં તાઇવાનમાંથી પાઇનેપલની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે પણ એના માટે કારણ અપાયું હતું કે પાઇનેપલમાંથી જંતુનાશક દવાઓના અવશેષો મળ્યા હતા. જોકે આ પ્રતિબંધ રાજકીય કારણોસર જ મૂકવામાં આવ્યો હોવાનું મનાતું હતું. 

international news china taiwan