Nobel Prize 2020: અમેરિકાની લુઈસ ગલ્કને સાહિત્યનો નોબેલ પુરસ્કાર

08 October, 2020 08:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Nobel Prize 2020: અમેરિકાની લુઈસ ગલ્કને સાહિત્યનો નોબેલ પુરસ્કાર

લુઈસ ગલ્ક

વર્ષ 2020નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અમેરિકાની કવિયત્રી લુઈસ ગલ્કને એનાયત કરવામાં આવ્યો છે.
પુરસ્કારની જાહેરાત કરતા સ્વીડિશ એકેડમીએ ટ્વિટ કરીને કહ્યું કે, સાહિત્યનો નોબેલ પુરસ્કાર લુઈસને તેના વ્યક્તિગત અસ્તિત્વને અવાજ આપતા કાવ્યાત્મક માટે આપવામાં આવ્યો છે. કવિયત્રી લુઈસ ગલ્ક યૂનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર છે. તે સમાજિક મુદ્દા પર પણ ઘણા સક્રીય રહે છે.
આ પહેલા આનુવંશિક રોગો અને કેન્સરના ઉપચારમાં ભવિષ્યમાં મદદ થનારી 'જિનોમ એડિટિંગ'ની એક પદ્ધતિ વિકસિત કરવા માટે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં 2020નો નોબેલ પુરસ્કાર બે મહિલા વૈજ્ઞાનિકોને આપવાની બુધવારે જાહેરાત કરાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ઇમેન્યૂલ શાપેન્તિયે અને જેનિફર એ. ડૉનાને એનાયત કરવામાં આવશે. પ્રથમવાર રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં બે મહિલાઓને એક સાથે આ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

international news