અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૉર્જ બુશ પહોંચ્યા પિઝ્ઝા ડિલીવર કરવા

19 January, 2019 06:23 PM IST  | 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૉર્જ બુશ પહોંચ્યા પિઝ્ઝા ડિલીવર કરવા

પિઝ્ઝા ડિલીવર કરતાં જૉર્જ બુશ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૉર્જ બુશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. તેમની આ તસવીર હાલ ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે, આ તસવીરમાં પૂર્વ રાષ્ટ્રપતિ જૉર્જ બુશ પિઝ્ઝા ડિલીવર કરતાં દેખાય છે. બુશે આ દરમિયાન લખ્યું છે કે, "લૉર બુશ અને હું, અમારા સીક્રેટ સર્વિસ અને હજારો સંઘના કર્મચારીઓના આભારી છીએ જે પોતાનું વેતન લીધા વગર અમારા દેશ માટે ખૂબ મહેનત કરે છે. આ સાથે જ અમે અમારા નાગરિકોનો પણ આભાર માનીએ છીએ જે તેમનું સમર્થન કરે છે." બુશનું કહેવું છે કે બંને પક્ષોના નેતાઓ માટે સમય આવી ગયો છે કે તેઓ રાજકારણ છોડીને હવે આ બંધને સમાપ્ત કરે.

આ પણ વાંચો : શું અમેરિકાના રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું?

દેશના ઇતિહાસમાં સૌથી મોટું શટડાઉન

આ કર્મચારીઓ અમેરિકાની સરકારના શટડાઉન દરમિયાન વિના વેતને કામ કરી રહ્યા છે. બુશે કહ્યું કે દેશના ઇતિહાસમાં આ સૌથી મોટું (બંધ) શટડાઉન છે. શુક્રવારે 28 દિવસ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સીમા પર દીવાલ બનાવવા માટે સંસદ પાસેથી ફન્ડ્સની માંગણી કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટી તેનો વિરોધ કરી રહી છે. બુશે સીક્રેટ સર્વિસ કર્મચારીઓ માટે જમવાની ગોઠવણ કરી છે. આ 6,000 સીક્રેટ સર્વિસ કર્મચારીઓ તે 8,00,000 સંઘના શ્રમિકોમાંના જ છે જેમને વેતન નથી મળી રહ્યું.

united states of america