હવે અમેરિકન કંપનીઓ એચ-1બી વિઝાધારકોને નોકરી પર રાખી નહીં શકે

05 August, 2020 01:20 PM IST  |  Washington | Agencies

હવે અમેરિકન કંપનીઓ એચ-1બી વિઝાધારકોને નોકરી પર રાખી નહીં શકે

ડોનલ્ડ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નોકરી મેળવવા માગતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ યુએસ સરકારી એજન્સીઓ હવેથી એચ-૧ બી વિઝાધારકોને રાખી શકશે નહીં.

આ વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે. આ પગલે ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૩ જૂને અમેરિકન કામદારોના હિતોના રક્ષણના નામે આ વર્ષના અંત સુધીમાં વિદેશી કામદારો માટે અમેરિકામાં કામ કરવા માટે જરૂરી એચ-૧ બી અને અન્ય વિઝા સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. એક મહિના પછી આ હુકમ જારી કરવામાં આવે છે.

આ નિર્ણય ૨૪ જૂનથી લાગુ માનવામાં આવશે. આ હુકમ પર હસ્તાક્ષર કર્યા પછી ઓવલ ઑફિસમાં ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે તેમની સરકાર સસ્તા વિદેશી કામદારો માટે સખત મહેનત કરનારા અમેરિકન નાગરિકોને દૂર કરવાનો અન્યાય સહન કરશે નહીં.

એચ-૧ બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકાની કંપનીઓને વિદેશી નિષ્ણાતોની ભરતી કરવાની મંજૂરી આપે છે. અમેરિકામાં કામ કરતા મોટાભાગના ભારતીય આઇટી પ્રોફેશનલ્સ આ વિઝા પર ત્યાં જાય છે. અમેરિકન ટેક કંપનીઓ દર વર્ષે સમાન વિઝા પર ભારત અને ચીન સહિત અન્ય દેશોના હજારો કર્મચારીઓને રોજગારી આપે છે.

united states of america donald trump international news