અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેલા હિલેરી ક્લિંટનના ભાઇનું નિધન

09 June, 2019 05:27 PM IST  | 

અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેલા હિલેરી ક્લિંટનના ભાઇનું નિધન

હિલેરી ક્લિંટન

અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચૂકેલી હિલેરી ક્લિંટનના નાના ભાઇનું શુક્રવારે રાતે નિધન થઇ ગયું. તે 65 વર્ષનો હતો. ક્લિંટન પોતના ભાઇને દયાળુ અને હસમુખા જણાવતાં કહ્યું કે તેના હોવાથી માહોલ ખુશનુમા રહેતો હતો.

હિલેરી ક્લિંટનના સૌથી નાના ભાઇ ટોની રોધમનું શુક્રવારે રાતે નિધન થઇ ગયું. તે 65 વર્ષનો હતો. અમેરિકાના પૂર્વ સીનેટર, પૂર્વ પ્રથમ મહિલા અને રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર રહી ચૂકેલી હિલેરી ક્લિંટને શનિવારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ માહિતી શેર કરી. મૃત્યુ કારણો વિશે કોઇ માહિતી મળી નથી. તેથી તે હજી એકબંધ જ છે.

તેના ભાઇનું મોત કઇ રીતે થયું તેનું કારણ હજું અકબંધ
ક્લિંટનના કહ્યા પ્રમાણે તેનો ભાઇ ખૂબ જ દયાળુ અને હસમુખો સ્વાભવ ધરાવતો હતો તેના ખડખડાટ હસવાના અવાજને કારણે ઘર ગાજી ઉઠતું હતું. જો કે તેમણે એ નથી જણાવ્યું કે ટોનીની મૃત્યુ કેવી રીતે થઈ. ટોનીના પરિવારમાં પત્ની મેગન અને ત્રણ બાળકો જેક, સિમેન અને ફિયોના છે.

આ પણ વાંચો : IND VS AUS:મેચ જોવા પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા

ટોની રોધમનો જન્મ વર્ષ 1954માં થયો. ટોની રોધમ વર્ષો સુધી વિભિન્ન વ્યવસાયોથી જોડાયેલો રહ્યો. જેમાં તે પ્રિજન ગાર્જ, ઇન્શ્યોરન્સ સેલ્સમેન, રેપો મેન, પ્રાઇવેટ ડિટેક્ટિવ સહિત અન્ય કેટલાય બિઝનેસ ઇ્વેસ્ટરના કામ કરી ચૂક્યો હતો. યૂનિવર્સિટીમાં નામ નોંધાવનાર ટોની રોધમે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું નહોતું.

hillary clinton united states of america