કાશ્મીર પોલિસીમાં કોઇ ફેરફાર નહીઃ અમેરિકા

10 August, 2019 12:01 PM IST  |  ન્યૂયોર્ક

કાશ્મીર પોલિસીમાં કોઇ ફેરફાર નહીઃ અમેરિકા

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસેએ ભારત અને પાકિસ્તાનને સંયમતા રાખવા કહ્યું છે. તે ઉપરાંત બંને દેશોને જમ્મુ-કાશ્મીરની સ્થિતિને પ્રભાવિત કરતા પગલાં ન લેવાનો પણ આગ્રહ કર્યો છે. તેમણે શિમલા સમજૂતીની વાત કરીને કહ્યું છે કે, આ મુદ્દે કોઈ ત્રીજો પક્ષ મધ્યસ્થતા ન કરી શકે. અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દે ફરી વખત એક ખાસ નિવેદન આપ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહ્યું છે કે, અમે ફરી અમારા નિવેદનનું પુનરાવર્તન કરીએ છીએ કે અમે કાશ્મીર પોલિસીમાં કોઈ ફેરફાર કર્યા નથી.

બંને દેશોએ શાંતિ રાખવી જોઈએઃ ગુટેરેસ

ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે કહ્યું કે, મહાસચિવની જમ્મુ-કાશ્મીર સ્થિતિ પર નજર છે. તેમણે બંને દેશોને શાંતિ રાખવા કહ્યું છે. મહાસચિવે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી ૧૯૭૨ની શિમલા સમજૂતી વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અનુસાર જમ્મુ-કાશ્મીર વિશે કોઈ પણ નિર્ણય શાંતિપૂર્ણ રીતે જ કરી શકાય છે.

ભારત સરકારે સોમવારે અનુચ્છેદ ૩૭૦ને નબળી કરી દીધી છે. તે સાથે જ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વિભાજીત કરી દીધા છે. પાકિસ્તાને ભારતના આ નિર્ણયને એકતરફી અને ગેરબંધારણીય ગણાવ્યો છે. તે સાથે જ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં લઈ જવાની પણ વાત કરી છે.

ભારત-પાક મુદ્દાનો ઉકેલ લાવવા માટે અમે પ્રયત્નશીલઃ અમેરિકા

અમેરિકાએ ફરી કાશ્મીર મુદ્દે એક નિવેદન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે, કાશ્મીર વિશેની તેમની પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. વોશિંગ્ટન ડીસીમાં વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહ્યું છે કે, અમે પુનરાવર્તન કરીએ છીએ કે કાશ્મીર વિશેની અમારી પોલિસીમાં અમે કોઈ ફેરફાર કર્યા નથી. અમે ભારત અને પાકિસ્તાન બંને સાથે વિવાદનો ઉકેલ લાવવા માટે ખૂબ ઉંડાણપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ મિસકૅરેજની પીડા અનુભવી ચૂકેલી મહિલાઓનું રેઇનબૉ સ્ટાઇલ ફોટોશૂટ

અમેરિકાએ તે નક્કી કર્યું છે કે, કાશ્મીર મુદ્દાનો કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા વગર ભારત-પાકિસ્તાનના દ્વીપક્ષીય રીતે ઉકેલ લાવવો જોઈએ.

united states of america jammu and kashmir pakistan