Salman Rushdieની એક આંખ અને લિવર થયા ખરાબ, જાણો કોણ છે હુમલાખોર?

13 August, 2022 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શહેરના 150 વર્ષના ઇતિહાસમાં આવી કોઈ ઘટના જોવા મળી નથી. સલમા રુશ્દીની હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે અને શંકાસ્પદની ઓળખ 24 વર્ષીય હાદી મટર તરીકે થઈ છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

લેખક સલમાન રુશ્દી (Salman Rushdie) પર હુમલો 24 વર્ષીય હાદી મટરે કર્યો. આ હુમલાથી ન્યૂયૉર્ક સ્ટેટ પોલીસ પણ દંગ છે. પોલીસે જણાવ્યું કે શહેરના 150 વર્ષના ઇતિહાસમાં આવી કોઈ ઘટના જોવા મળી નથી. સલમા રુશ્દીની હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે અને શંકાસ્પદની ઓળખ 24 વર્ષીય હાદી મટર તરીકે થઈ છે. હાદી મટર ન્યૂજર્સીનો રહેવાસી છે. અમે સર્ચ વૉરન્ટ મેળવવાની પ્રક્રિયામાં છીએ. FBIના સભ્ય તપાસમાં અમારી મદદ કરી રહ્યા છે. આખરે, હુમલાખોરે આટલી નિર્દયતાથી સલમાન રુશ્દી પર હુમલો કેમ કર્યો? આ પ્રશ્નનો જવાબ હજી મળ્યો નથી.

સલમાન રુશ્દીની સ્થિતિ ગંભીર
સલમાન રુશ્દીના એજન્ટ એન્ડ્ર્યૂ વાયલીએ જણાવ્યું કે તેમની સ્થિતિ સારી નથી. તે વેંટિલેટર પર છે અને હાલ બોલી નથી શકતા. તેમણે જણાવ્યું કે સલમાન રુશ્દી પોતાની એક આંખ કોલી શકે છે. ડાબી આંખની નસ કપાઈ ગઈ છે. તેમને ઊંડી ઈજા થઈ છે. તો ચપ્પૂનો હુમલો તેમના લિવર પર પણ થયો છે. આથી તેમનું લિવર પણ ખરાબ થઈ ગયું છે. આથી કંઇ કહીં શકાય તેમ નથી.

મુંબઈ (Mumbai)માં જન્મેલા અને બુકર પુરસ્કારથી સન્માનિત રુશ્દી (75) પશ્ચિમ ન્યૂયૉર્કના ચૌટાઉવ્કા સંસ્થાનમાં શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન પોતાનો લેક્ચર શરૂ કરવાના જ હતા ત્યારે એકાએક શખ્સ મંચ પર ચડ્યો અને રુશ્દીને મુક્કા માર્યા અને ચપ્પૂથી તેના પર હુમલો કરી દીધો. રુષ્દીની ડોક પર ઇજા થઈ છે. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે રુશ્દી પર 10થી વધારે વાર કરવામાં આવ્યા. હુમલો ત્યારે થયો જ્યારે કાર્યક્રમમાં રુશ્દીનો પરિચય આપવામાં આવી રહ્યો હતો.

international news salman rushdie mumbai mumbai news