આખરે સાચી થઈ શકે નોર્થ કોરિયાને લઈને અમેરિકાની આશંકા

05 May, 2019 01:56 PM IST  | 

આખરે સાચી થઈ શકે નોર્થ કોરિયાને લઈને અમેરિકાની આશંકા

ફાઈલ ફોટો

આખરે સાચી થઈ શકે નોર્થ કોરિયાને લઈને અમેરિકાની આશંકા ઉતર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કરી અમેરિકાને સપષ્ટ સંકેત આપ્યો છે કે જો તેમની પર પ્રતિબંધ હટાવવામાં નહી આવે તો તે પરિક્ષણ કરવા માટે મજબૂર થઈ જશે. મહત્વની વાત એ છે કે આ પહેલા અમેરિકાએ આ પરીક્ષણને લઇને આશંતા વ્યક્ત કરી હતી. જે હવે સાચી સાબિત થઇ છે. જણાવી દઈએ કે ગત મહિને અમેરિકાએ ઉપગ્રહની તસવીરોના આધારે કહ્યું હતું કે, ઉતર કોરિયા પરમાણું બોમ્બ બનાવવા માટે કોઈ રેડિયો એક્ટિવ મટીરિયલને રિપ્રોસેસ કરી રહ્યું છે. આ આશંકા સેંટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝની તરફથી આ આશંકા જાહેર કરી છે.

આ રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાની પ્રમુખ યોંગબ્યોન ન્યૂક્લિયર સાઈટ પર યૂરેનિયમ ઈનરિચ ફેસેલિટી અને રેડિયો કેમેસ્ટ્રી લેબની નજીકથી 12 એપ્રીલે 5 ટ્રેન જોવા મળી હતી.

નથી મળ્યુ લાલ ઈમારતનું રહસ્ય

આ પહેલા પણ અમેરિકા નોર્થ કોરિયાના પરમાણું પરીક્ષણ વિશે આશંકા દર્શાવી છે. એટલુ જ નહી અમેરિકા આજ સુધી ચીન અને નોર્થ કોરિયાની સીમા પર બનેલી લાલ ઈમારતનું રહસ્ય શું છે તે જાણી શક્યું નથી. પાછલા મહિને જૂનમાં જ્યારે કિમ-ટ્રંપ સિંગાપોરમાં પહેલીવારની મુલાકાત પછી આ ઈમારત અમેરિકાના ધ્યાનમાં આવી હતી. અમેરિકાને આશંકા છે કે આ ઈમારતોમાં મિસાઈલ પરીક્ષણ કે કોઈ ખતરનાક મટિરિયલ પ્રોસેસ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: દુનિયાનો સૌથી મોંઘો રિસૉર્ટ, 1 રાતનું ભાડું 70 લાખ રૂપિયા

આ મિસાઈલ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યુ જ્યારે ગત મહિને કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્ર્ંપ તરફથી ત્રીજી વાર મુલાકાતની ચર્ચા થઈ હતી. આ જ સમયે કિંમ જોંગે રુસના રાષ્ટ્રપતિ પુતિનને પણ મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાત પછી કિમ જોંગે કહ્યું હતું કે અમેરિકાએ તેમને દગો આપ્યો છે. હમણા જ કરેલા મિસાઈલ પરીક્ષણથી ફરી એકવાર કિમ અમેરિકાને કહ્યું છે કે, તેઓ પર લગાવેલા પ્રતિબંધ નહી હટાવવામાં આવે તો તે પરીક્ષણ કરવા પર મજબૂર થશે.

north korea