ટ્રમ્પની ભત્રીજીએ પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો, કહ્યું -ચીટર કાકા

10 July, 2020 02:16 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ટ્રમ્પની ભત્રીજીએ પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો, કહ્યું -ચીટર કાકા

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. નવેમ્બરમાં થનારી ચૂંટણી પહેલા વિરોધીઓની સાથે સાથે તેમના પોતાના લોકોએ પણ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન ડાલ્ટન ટ્રમ્પની ભત્રીજીએ પોતાના પુસ્તકમાં તેને લઈને અનેક ખુલાસા કર્યા છે.

આ પુસ્તકમાં મેરીએ રાષ્ટ્રપતિના બાળપણ સાથે જોડાયેલા એવા ખુલાસા કર્યા છે, જે ચોંકાવનારા છે. પહેલા આ પુસ્તક 28 જુલાઇના રિલીઝ થવાનું હતું પણ હવે આ પુસ્તક 14 જુલાઇના રિલીઝ કરવામાં આવશે.

ટ્રમ્પની ભત્રીજીના પુસ્તકને કારણે હંગામો
મેરી ટ્રમ્પે પોતાના કાકાને ચીટર કહેતા લખ્યું છે કે કેવી રીતે લાંબા દાયકાઓએ તેમને એક લાપરવાહ નેતામાં પરિવર્તિત કરી દીધા છે, જે હવે વિશ્વના સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા, સુરક્ષા અને સામાજિક તાણાવાણા માટે મોટું જોખ બની ચૂક્યો છે.

વિશ્વ સૌથી ખતરનાક માણસ
મેરીએ લખ્યું છે કે કાકા ટ્રમ્પ લોકોને ફક્ત પૈસાથી તોળે છે અને દગાખોરી તેમજ ચીટિંગ તેના જીવનનો મુખ્ય ભાગ છે. આવતાં અઠવાડિયે આવનારા મારા પુસ્તક 'ટૂ મચ એન્ડ નેવર ઇનફ હાવ માય ફેમિલી ક્રિએટ ઘ વર્લ્ડ મોસ્ટ ડેન્જરસ મેન' અમેરિકન રાજકારણ હલબલાવી દીધું છે.

પિતાના હાથે મળતાં મેથીપાકથી ગભરાતા ટ્રમ્પ
મેરીએ જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પિતા ફ્રેડી ટ્રમ્પ સીનિયર પ્રતાડિત કરતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઇ ફ્રેડ જૂનિયરની દીકરી મેરી ટ્રમ્પે દાવો કર્યો છે કે ટ્રમ્પના પિતા ટ્રમ્પ સીનિયરને પ્રેમનો અર્થ ખબર નહોતી, તે ફક્ત આજ્ઞાનું પાલન ઇચ્છતા હતા જે ડોનાલ્ડને જબરજસ્તી કરવું પડતું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે બે વર્ષના હતા ત્યારે તેમની માતા બીમાર થઈ ગઈ હતી. પિતા તેમનું ધ્યાન રાખતાં હતા. જે તેમને હેરાન કરતાં હતા. તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાના કામમાં રહેતું અને તે ડોનાલ્ડ પર જરા પણ ધ્યાન નહોતા આપતા. જેની અસર તેમના જીવન પર પડી.

united states of america donald trump international news