Joe Biden Oath : બાઈડન આજે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ તરીકે શપથ લેશે

20 January, 2021 10:35 AM IST  |  America | Gujarati Mid-day Online Correspondent

Joe Biden Oath : બાઈડન આજે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ તરીકે શપથ લેશે

જો બાઈડન

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ પદ તરીકે જો બાઈડન આજે બુધવારે 20 જાન્યુઆરી 2021ને શપથ લેશે. આ સાથે જ તેઓ દેશના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પણ બનશે. નવેમ્બર 2020માં તેઓ 78 વર્ષના થઈ ગયા છે. તમને અહીં પણ જણાવી દઈએ કે તેમના પહેલા સૌથી પહેલા રાષ્ટ્રપતિના નામ પર હાજર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ હતું.

બાઈડનનું નામ જોસેફ આર બાઈડન છે. આની પહેલા તેઓ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં વહીવટતંત્રમાં ઉપ-રાષ્ટ્રપતિની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. બાઈડન સાથે ભારતીય મૂળની કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે શપથ લેશે. અમેરિકી ઈતિહાસની આ 59મી શપથ ગ્રહણ સમારોહ હશે. અમેરિકી ઈતિહાસમાં આવું પણ પહેલી વાર થયું છે કે જ્યારે આને લઈને આટલો વિવાદ ઉભો થયો હતો. જોકે કેપિટલ બિલ્ડિંગમાં 6 જાન્યુઆરી 2021ના રોજ થયેલી હિંસને ધ્યાનમાં રાખીને આ વખતે એક મજબૂત સુરક્ષા બનાવવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલી જીત બાદ તેના ગૃહનગર વિલિમ્ગટન, ડેલાવરમાં ઉત્સવનું વાતાવરણ છે. વિજય બાદ તેમણે અહીંયા પર જે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે અમેરિકાને એક થવાનું આહ્વન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ટાઈમ ટૂ હીલ ઈન અમેરિકા. તેમણે કહ્યું હતું કે તેઓ અમેરિકાને વિભાજીત કરવા માંગતા નથી. તેઓ દેશને રેડ સ્ટેટ અને બ્લૂ સ્ટેટમાં જોવા માંગતા નથી, પરંતુ એક રાષ્ટ્ર તરીકે જુએ છે. અહીંયાં તેના રેડ અને બ્લૂ સ્ટેટનો અર્થ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ હતો.

જોસેફ રૉબિનેટી બાઈડનનો જન્મ પેનસિલ્વેનિયામાં 1942માં થયો હતો. બાદ તેમનો પરિવાર ડેલાવેરમાં આવી ગયો હતો. 29 વર્ષની ઉંમરે તેઓ સીનેટમાં સામેલ થનારા સૌથી ઓછા વયના સીનેટર બન્યા હતા. તેના એક સપ્તાહ બાદ જ તેમની પત્ની નીલિયા અને તેમની દીકરી નાઓમીની એક રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ હતી, જ્યારે તેમના પુત્રો હન્ટર અને બિયૂ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે સમયે તેમણે સીનેટર તરીકે શપથ લીધા હતા. તે સમયે એમનો દીકરો હોસ્પિટલમાં હતો. આગામી પાંચ વર્ષો સુધી તેમણે એકલા જ પોતાના બાળકોની સંભાળ કરી હતી. એમાં તેમનો સાથ તેમની બહેન વેલરીએ આપ્યો હતો.

ત્યારબાદ તેમણે 17 જૂન 1977ના જીલ સાથે લગ્ન કર્યા હતા. એનાંથી 1981માં તેમની એક દીકરી આશ્લેનો જન્મ થયો. વર્ષ 2020માં તેમણે ત્રીજી વાર દેશના રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. અગાઉ પહેલા બે વાર તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. 1988માં પહેલીવાર તેમણે એના માટે દાવેદારી રજૂ કરી હતી અને પછી 2008માં બીજી વાર તેઓ આ પદના દાવેદાર તરીકે સામે આવ્યા હતા.

બાઈડન 2008થી લઈને 2016 સુધી ઓબામા પ્રશાસનમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે રહ્યા. બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ એક હજાર લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. તેમાં કૉન્ગ્રેસના સભ્ય અને અન્ય લોકો પણ સામેલ છે. જોકે આ સમારોહમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભાગ લેશે નહીં. તમને જણાવી દઈએ કે અમેરિકી ઈતિહાસની આ એક વ્યવસ્થા છે કે જ્યારે પણ કોઈ નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરે છે તો જૂના રાષ્ટ્રપતિ તેની પાછળ બેસે છે. પરંતુ આ વખતે એવું થશે નહીં. આ વાતનું પણ સૂચક છે કે દેશમાં શાંતિ અને પ્રેમ સાથે સત્તાનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે.

joe biden donald trump united states of america international news