ચીનનો ખતરો : અમેરિકા ફરી ન્યુક્લિયર બૉમ્બ બનાવી રહ્યું છે

11 July, 2020 11:44 AM IST  |  Washington | Agencies

ચીનનો ખતરો : અમેરિકા ફરી ન્યુક્લિયર બૉમ્બ બનાવી રહ્યું છે

ડૉનલ્ડ ટ્રમ્પ

ચીન અને રશિયા સાથે સતત બગડતા સંબંધો અને વૈશ્વિક સ્તરે વધતા ખતરાને જોતા અમેરિકા એક વાર ફરી પરમાણુ બૉમ્બ બનાવવામાં લાગી ગયું છે. અમેરિકા આગામી ૧૦ વર્ષમાં આ પ્રોજેક્ટ પર લગભગ ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારીમાં છે. એટમ બૉમ્બનું ઔદ્યોગિક ઉત્પાદન સાઉથ કેરોલિનામાં સવાના નદીના કિનારે હાજર એક ફૅક્ટરી અને ન્યુ મેક્સિકો કે લૉસ એલમોસની એક ફૅક્ટરીમાં કરવામાં આવશે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ પર ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, જ્યારે અમેરિકા અને રશિયાની વચ્ચે કૉલ્ડ વૉર ચાલી રહ્યું હતું ત્યારે સવાના નદીની ફૅક્ટરી અમેરિકી પરમાણુ હથિયારો માટે ટ્રિટિયમ અને પ્લૂટોનિયમનું ઉત્પાદન કરતી હતી. ૨ લાખ એકરમાં ફેલાયેલી આ ફૅક્ટરીમાં હજારો લોકો કામ કરતા થયા. હવે અહીં ૩.૭૦ કરોડ ગેલન રેડિયોએક્ટિવ લિક્વિડ કચરો જમા થઈ ગયો છે. ૩૦ વર્ષ બાદ હવે અહીં ફરીથી અૅટમ બૉમ્બ બનાવવામાં આવશે.

અમેરિકી સંસ્થા ધ નૅશનલ ન્યુક્લિયર સિક્યૉરિટી એડમિનિસ્ટ્રેશન જ પરમાણુ હથિયાર બનાવે છે. સંસ્થા પ્રમાણે વર્તમાન પરમાણુ હથિયાર ઘણાં જૂનાં થઈ ચુક્યાં છે. તેમને હવે બદલવા જોઈએ. નવી ટેક્નૉલૉજીથી બનાવવા પર તે વધારે સુરક્ષિત રહેશે. એનએનએસએ સતત પોતાના જૂના બૉમ્બને અપગ્રેડ કરતી રહે છે.

united states of america donald trump china international news