હૈદરાબાદના યુવાનની અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં હત્યા કરાઈ

04 November, 2020 01:00 PM IST  |  Georgia | Agency

હૈદરાબાદના યુવાનની અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં હત્યા કરાઈ

મુહમ્મદ આરિફ મોહિઉદ્દીન

અમેરિકાના જ્યૉર્જિયામાં આંધ્ર પ્રદેશના હૈદરાબાદ શહેરના વતની ૩૭ વર્ષના મુહમ્મદ આરિફ મોહિઉદ્દીનની હત્યા કરાઈ હતી.
જ્યૉર્જિયામાં ગ્રોસરી સ્ટોર ચલાવતા આરિફનો મૃતદેહ એના ઘરની બહાર મળી આવ્યો હતો. તેને છરો ભોંકીને મારી નખાયો હતો. તેની પત્ની મહેનાઝ ફાતિમાએ પતિના અંતિમ સંસ્કાર કરવા અમેરિકા જવા માટે કેન્દ્ર સરકારની મદદ માગી હતી. આરિફ છેલ્લાં ૧૦ વર્ષથી જ્યૉર્જિયામાં રહેતો હતો. મહેનાઝે મોદી સરકારને વિનંતિ કરી હતી કે મને અને મારા પિતાને ઇમર્જન્સી વીઝા પર તત્કાળ અમેરિકા જવાની વ્યવસ્થા કરી આપો, જેથી અમે મારા પતિના અંતિમ સંસ્કાર કરી શકીએ. ગ્રોસરી સ્ટોરના સીસીટીવીમાં સ્ટોરના એક કર્મચારી સહિત કેટલાક લોકો સ્ટોરમાં જતા દેખાયા હતા. એમાં હુમલાખોરો પણ હતા. ફાતિમાએ કહ્યું કે રવિવારે રાત્રે નવ વાગ્યે મેં આરિફને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે હું અડધા કલાકમાં તમને સામો ફોન કરું છું, પરંતુ તેમનો ફોન આવ્યો નહીં. ત્યાર બાદ મને મારી નણંદ દ્વારા ખબર પડી કે મારા પતિની છરો મારીને હત્યા કરાઈ હતી. હાલ આરિફનો મૃતદેહ જ્યૉર્જિયાની એક હૉસ્પિટલમાં પડ્યો છે. તેના કોઈ સ્વજન ત્યાં હાજર નથી. તેલંગણના પક્ષ મજલિસ બચાઓ તહેરિકના પ્રવક્તા ઉલ્લાહ ખાને મોદી સરકાર અને અમેરિકા ખાતેના ભારતીય રાજદૂતને પત્ર લખીને આરિફના કુટુંબીજનોને મદદ કરવાની વિનંતિ કરી હતી.

united states of america hyderabad georgia international news