પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનું 94 વર્ષની ઉંમરે નિધન

28 December, 2018 04:06 PM IST  |  Houston

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનું 94 વર્ષની ઉંમરે નિધન

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ અેચ ડબલ્યુ બુશનુ અવસાન થયું છે. 94 વર્ષની ઉંમરે જ્યોર્જ અેચ ડબલ્યુ બુશે છેલ્લા શ્વાસ લીધા હતા. એમના પરિવારના પ્રવક્તાએ દુઃખદ સમાચાર આપ્યા હતા. જણાવી દઈએ કે સિનિયર બુશ લાંબા સમયથી બીમાર હતા.

જ્યોર્જ બુશ અમેરિકાના 41મા રાષ્ટ્રપતિ હતા. 1988માં રાષ્ટ્રપતિ બનતા પહેલા બુશ સંયુક્ત રાષ્ટ્ર અને ચીનમાં અમેરિકાના રાજદૂત તરીકે કાર્યરત હતા. જ્યોર્જ અેચ ડબલ્યુ બુશ CIOCના નિર્દેશક પણ રહી ચૂક્યા છે.

જ્યોર્જ અેચ ડબલ્યુ બુશના સાશન દરમિયાન ખાડીનું પહેલુ યુદ્ધ થયું હતું. તે સમયે ઈરાકે કુવૈત પર હુમલો કર્યો હતો ત્યારે બુશના નેતૃત્વ હેઠળ અમેરિકાએ ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈનને રોકવાનું કાર્ય કર્યું હતું.

1988થી 1993 સમયના શાસનકાળ દરમિયાન તે રાષ્ટ્રપતિ રહ્યાં હતાં. બુશના પત્નીનું પણ 8 મહિના પહેલા મૃત્યુ થયું હતુ. જ્યોર્જ અેચ ડબલ્યુ બુશના કાર્યકાળ દરમિયાન જ USAR એટલે કે રશિયા અલગ થયું હતું અને શિત્ત યુદ્ધનો અંત આવ્યો હતો..

united states of america