પાક.ને અમેરિકાની ચેતવણી,' ભારત પર હુમલો પડશે મોંઘો પડશે'

21 March, 2019 01:27 PM IST  | 

પાક.ને અમેરિકાની ચેતવણી,' ભારત પર હુમલો પડશે મોંઘો પડશે'

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઈલ પોટો)

વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું કે પાકિસ્તાને આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. ભારત-પાકિસ્તાન ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો તણાવ ન સર્જાય, તે માટે જરૂરી છે કે પાકિસ્તાન ખાસ તો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા વિરુદ્ધ આકરા પગલાં લે. અમેરિકાએ કહ્યું કે જો હવે ભારત પર કોઈપણ આતંકવાદી હુમલો થશે તો પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જશે.

આતંકવાદ મામલે અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે જો ભારત પર કોઈપણ આતંકવાદી હુમલો થયો તો તેના માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ આવી શકે છે. પાકિસ્તાનને ચેતવતાં અમેરિકાએ ચોખ્ખું કહી દીધું છે કે તેણે આતંકી સંગઠનો પર કડક કાર્યવાહી કરવી પડશે. અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે ખાસ તો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા વિરુદ્ધ પાકિસ્તાને આકરા પગલાં લેવા પડશે.

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાને આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. ભારત-પાકિસ્તાન ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની તાણ ન થાય, તેમાટે જરૂરી છે કે પાકિસ્તાન ખાસ તો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા વિરુદ્ધ આકરા પગલાં લે. અમેરિકાએ કહ્યું કે પરિસ્થિતિ બગડશે તો બન્ને દેશો માટે ખતરનાક રહેશે.

જણાવીએ કે જૈશ-એ-મોહમ્મદ તે આતંકી સંગઠન છે, જેણે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફ જવાનોને નિશાન બનાવ્યો હતો અને તેમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને ત્યાં હાજર આતંકી ઠેકાણાંને ધ્વંસ્ત કર્યાં હતાં. પુલવામાના દોષીઓ પર કાર્યવાહી માટે ભારતે પાકિસ્તાનને પુરાવાઓ પણ સોંપી દીધા છે.

સાથે જ અમેરિકન અધિકારીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાને પહેલ કરી છે જેમાં આતંકી સંગઠનોની સંપત્તિ જપ્ત કરી છે અને કેટલાકની ધરપકડ પણ થઈ છે. પાકિસ્તાને જૈશના કેટલાક મુખ્ય ઠેકાણાઓ પણ પણ કબ્જો મેળવ્યો છે. પણ અમે આથી વધુ કાર્યવાહીની માગ કરીએ છીએ. અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે આ પહેલા પણ પાકિસ્તાન તરફથી ધરપકડ જેવા પગલાં લેવાયા છે, પણ પછીથી તે આતંકવાદીઓને છોડી દેવામાં આવે છે. અહીં સુધી કે આતંક ફેલાવનારાઓને આખાય દેશમાં ફરવાની છૂટ પણ મળી જતી હોય છે. એવામાં પાકિસ્તાને આકરા પગલાં લેવા પડશે.

આ પણ વાંચો : ભાગેડુ નિરવ મોદીની લંડનમાં થઈ ધરપકડ

બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી લેવાયેલ પગલાં વિશે પૂછતાં વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું કે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમુદાય જોવા માગે છે કે આતંકી સંગઠનો વિરુદ્ધ કડક અને આકરા પગલાં લેવાય. અધિકારીએ કહ્યું કે, અત્યારે પાકિસ્તાન તરફથી લેવાયેલ પગલાં વિશે કંઈપણ કહેવું અયોગ્ય રહેશે. અત્યારના દિવસોમાં પાકિસ્તાને પહેલ કરી છે જેમાં આતંકી સંગઠનોની સંપત્તિ જપ્ત કરી છે અને કેટલાકની ધરપકડ પણ થઈ છે. પાકિસ્તાને જૈશના કેટલાક મુખ્ય ઠેકાણાઓ પણ પણ કબ્જો મેળવ્યો છે. પણ પાકિસ્તાન તરફથી હજી વધુ કાર્યવાહી થવાની જરૂર છે.

donald trump united states of america pakistan pulwama district terror attack air india