અમેરિકા-તાઇવાન વચ્ચે આર્થિક વાતચીતથી ચીન નારાજ, આપી નુકસાનની ધમકી

15 September, 2020 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અમેરિકા-તાઇવાન વચ્ચે આર્થિક વાતચીતથી ચીન નારાજ, આપી નુકસાનની ધમકી

અમેરિકા-તાઇવાન વચ્ચે આર્થિક વાતચીતથી ચીન નારાજ, આપી નુકસાનની ધમકી

અમેરિકા (America)ની તાઇવાન (Taiwan) સાથેની પ્રસ્તાવિત આર્થિક વાર્તાને લઈને ચીન (China) ઘણો નારાજ છે. ચીને (China to America) અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે આ પ્રસ્તાવિત આર્થિક બેઠકમાંથી પીછેહઠ નહીં કરે તો, બન્ને દેશોના સંબંધોને 'ગંભીર નુકસાન' થઈ શકે છે. અમેરિકા-ચીન આર્થિક બેઠકમાં એક વરિષ્ઠ અમેરિકન મંત્રીના ભાગ લેવાની શક્યતા છે.

તાઈવાન સાથે સંબંધો તોડે અમેરિકા- ચીન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને અમેરિકાથી તાઈવાન સાથે બધાં પ્રકારના અધિકારિક આદાન-પ્રદાન અટકાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે જો અમેરિકા એમ નહીં કરે, તો બન્ને દેશોના સંબંધોને 'ગંભીર ક્ષતિ' પહોંચી શકે છે અને આથી તાઈવાની ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે.

તાઈવાન-અમેરિકામાં થશે વાતચીત
તાઈવાનના મીડિયામાં આવેલા સમાચારોમાં એ કહેવામાં આવ્યું છે કે અમેરિકાની આર્થિક વદ્ધિ, ઉર્જા અને પર્યાવર્ણ ઉપમંત્રી કીથ ક્રેક આ અઠવાડિયે તાઈવાનનો પ્રવાસ કરી શકે છે. ત્યાં તે તાઈવાન સરકાર સાથે આર્થિક અને વાણિજ્યિક મુદ્દે વાતચીત કરશે.

1979 પછી પહેલો શીર્ષ રાજનૈતિક પ્રવાસ
આ પહેલા ગયા મહિને અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી એલેક્સ અજાર તાઈવાનના પ્રવાસ પર ગયા હતા. 1979માં અમેરિકા અને તાઈવાનની સરકાર વચ્ચે ઔપચારિક સંબંધો સમાપ્ત થયા પછી આ અમેરિકા માટે કોઈ મોટા કેબિનેટ મંત્રીની પહેલી તાઈવાન વિઝિટ હતી.

international news united states of america china taiwan